કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ પીએમ નરેન્દ્ર મોદીને ઇશારા ઇશારામાં પડકાર્યા છે અને કહ્યું કે તેઓ વારાણસીથી ચૂંટણી લડી શકે છે. જો કે વાત એમ છે કે રાયબરેલીમાં પાર્ટી કાર્યકર્તાએ તેમને આ સીટ પરથી ચૂંટણી લડવાની માંગણી કરી હતી. આ દરમ્યાન પ્રિયંકા એ કહ્યું કે શું વારાણસીથી ચૂંટણી લડું? ઉલ્લેખનીય છે કે આની પેહલાં પ્રિયંકા એ ચૂંટણી લડવા પર કહ્યું હતું કે જો પાર્ટી તેમને કહેશે તો ચૂંટણી લડશે.

પીએમ મોદીની આજે ત્રણ રાજ્યોમાં રેલી
પીએમ મોદી આજે ઓરિસ્સા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જનસભાઓને સંબોધિત કરશે. તેમાં ભુવનેશ્વર, વિજયવાડા, અને હૈદ્રાબાદમાં તેમના કાર્યક્રમ છે. આની પહેલાં ગુરૂવારના રોજ પીએમ મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુર, ઉત્તરપ્રદેશના મેરઠ અને જમ્મુ-કાશ્મીરના અખનૂરમાંથી પ્રજાને સંબોધિત કર્યા હતા. આ ત્રણેય ક્ષેત્રોમાં પહેલાં તબક્કાનું વોટિંગ 11મી એપ્રિલના રોજ છે.

પીએમ મોદી ને આપી શકે છે ટક્કર
જો કે વાત એમ છે કે પ્રિયંકા ગાંધી ગુરૂવારના રોજ પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરતાં હતા ત્યારે રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડવા માટે કહ્યું. આપને જણાવી દઇએ કે રાયબરેલી સીટ પરથી તેમની માતા સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. એવામાં પ્રિયંકાએ કહ્યું શું વારાણસીથી ચૂંટણી લડું? પ્રિયંકાએ ઇશારામાં એ વાત સ્પષ્ટ કરી દીધી કે જો પાર્ટી તેમને વારાણસીથી પીએમ મોદીની વિરૂદ્ધ ઉમેદવાર બનાવે છે તો તેઓ પાછળ હટાવાના નથી.

RSS પર પ્રિયંકાનું નિશાન
બીજીબાજુ ગઇકાલે પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓ સાથે વાત કરતાં આરએસએસ પર પરણ નિશાન સાંધ્યું હતું અને કહ્યું જેમણે સ્વતંત્રતા સંઘર્ષમાં ફણ હિસ્સો લીધો નથી તેમને આપણે રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર આપવું જોઇએ નહીં. જો કે આ લોકો એ અંગ્રેજો પાસે માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કમન સોંપાઇ છે. એવામાં તે સતત મુલાકાત કરી રહ્યા છે અને કાર્યકર્તાઓ સહિત જનતાની સાથે સંપર્ક બનાવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે આજે પ્રિયંકા ગાંધી અયોધ્યા પહોંચશે.

રાહુલ-પ્રિયંકા પણ આજે મેદાનમાં
બીજીબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે હરિયાણાની મુલાકાત પર હશે. તેઓ કરનાલમાં થનાર પરિવર્તન યાત્રામાં સામેલ થવાના છે. આ સિવાય યમુનાનગર, કુરૂક્ષેત્રમાં પણ તેમના કાર્યક્રમ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં હશે. આપને જણાવી દઇએ કે પ્રિયંકા ત્રણ દિવસની મુલાકાત પર છે. આ દરમ્યાન તેમનો આખરી પડાવ છે. પ્રિયંકા અહીં હનુમાનગઢીમાં દર્શન અને પૂજા બાદ પ્રજાની વચ્ચે કોંગ્રેસના પક્ષમાં વોટ માંગવા જશે. જો કે એ હજુ સ્પષ્ટ નથી થયું કે પ્રિયંકા રામ જન્મભૂમિ દર્શન માટે જશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પ્રિયંકાને લોકો એ રાયબરેલીથી ચૂંટણી લડવાનું કહ્યું, તો હસીને બોલ્યા વારણસીથી કેમ નહીં? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/why-not-varanasi-quips-priyanka-gandhi-vadra-on-request-to-fight-loksabhaelection-2019/
via Best Gujarati News