અરૂણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડ્યા પહેલાં જ ત્રણ સીટો પર કબ્જો મેળવી લધો છે. લોકસભા ચૂંટણીની સાથો સાથ અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છ. આ ક્રમમાં રાજ્યની દિરાંગ વિધાનસભા સીટ પર ભાજપ ઉમેદવાર ફુરપા સેરિંગનો નિર્વિરોધ જીતવાનું નક્કી છે. તેમની વિરૂદ્ધ મેદાનમાં ઉભેલા બે ઉમેદવારોએ ગુરૂવારના રોજ પોતાના નામાંકન પત્ર પાછા થેંચી લીધા છે. જો કે ચૂંટણી પંચની તરફથી હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર માહિતી અપાઇ નથી.

ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે.

આની પહેલાં ગઇ 26મી માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ એ માહિતી આપી હતી કે આલો ઇસ્ટ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર કેંટો જિની નિર્વિરોધ પસંદ થયા છે.

આપને જણાવી દઇએ કે અરૂણાચલ પ્રદેશની 60 વિધાનસભા સીટો અને બે લોકસભા સીટો પર 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. તેના માટે નામાંકનની છેલ્લી તારીખ 25મી માર્ચ હતી. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 28મી માર્ચ હતી. આલો ઇસ્ટમાં માત્ર ભાજપ ઉમેદવારે જ નામાંકન કર્યું હતું જ્યારે બીજી બે સીટો પર હરિફો એ નામાંકન પાછા ખેંચી લીધા છે.

ભાજપના ત્રીજા ઉમેદવારે જે નિર્વિરોધ પસંદ થયા છે તેમનું નામ તાબા તેદિર છે જે યાચુલી વિધાનસભા સીટથી ઉમેદવાર હતા. જો કે પંચે અત્યારે તેમની પસંદગીની માહિતી આપી નથી. 2014મા પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 11 ઉમેદવાર નિર્વિરોધ પસંદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ચૂંટણી પહેલાં જ ત્રણ સીટો પર BJPએ નોંધાવી જીત, ક્લિક કરી જાણો આ બેઠક અંગે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/3-bjp-candidates-win-uncontested-for-arunachal-pradesh-assembly/
via Best Gujarati News