બોલિવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસે ઉત્તર મુંબઇ સીટ પરથી ટિકિટ આપી છે. આ અંગેની ચર્ચા ઉર્મિલા કોંગ્રેસમાં સામેલ થઇ તે પહેલેથી જ ચાલી રહી હતી. ઉર્મિલા આ સીટ પરથી ભાજપના ગોપાલ શેટ્ટીની વિરૂદ્ધ ચૂંટણી લડશે. શેટ્ટી આ સીટ પરથી હાલના સાંસદ પણ છે જેને ભાજપનો ગઢ મનાય છે. આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં જ ઉર્મિલા કોંગ્રેસમાં સામેલ થઇ છે.

જો કે અહીં વોટોને જીતમાં બદલવા ઉર્મિલા માટે એટલું સરળ હશે નહીં. ઉત્તર મુંબઇ લોકસભા સીટ પર ગુજરાતી-મરાઠી વોટોનું સમીકરણ લગભગ સમાન છે. બંને મળીને કુલ વોટોનો લગભગ 60 ટકા હશે. 40 ટકામા મોટો હિસ્સો ઉત્તર ભારતીય અને મુસ્લિમ વોટોનો છે. અહીં ગુજરાતી વોટ ભાજપને મળે છે આથી કોંગ્રેસે ઉર્મિલા માંડોકરને મરાઠી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

અભિનેત્રી હોવનો મળશે ફાયદો
ઉત્તર ભારતીય વોટોમાં ખુદ મુંબઇ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમની પેઠ છે. તેઓ ઉત્તર મુંબઇથી એક વખત સાંસદ રહી ચૂકયા છે. પાસની ઉત્તર-પશ્ચિમ મુંબઇ સીટ પરથી જ નિરૂપમ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય તેમણે ઉર્મિલાને મહિલા હોવાનો, અભિનેત્રી હોવાનો પણ ફાયદો મળવાનો અંદાજ છે. કોંગ્રેસનું પોતાનું આકલન છે કે ઉર્મિલા માતોંડકર, ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીને જોરદાર ટક્કર આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઉર્મિલા માતોંડર આ સીટ પરથી લડશે ચૂંટણી, ભાજપના આ નેતા સામે મુકાબલો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/urmila-matondkar-gets-ticket-from-north-mumbai/
via Best Gujarati News