શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી, ગુજરાત અને ભારત દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામમા ચૂંટણીઓ આવતા રાજકીય નેતાઓની હલચલ શરુ થઇ જાય છે. અને નેતાઓ ફોર્મ ભરતા પહેલા માતાજીના દર્શન કરવા અચૂક આવતા હોય છે. જયારે બીજી તરફ રેલી કરવા માટે પણ નેતાઓ આ શક્તિપીઠ અંબાજીમા આવેલા માતાજીના મંદિરના દર્શન કરતા હોય છે. હવે લોકસભા 2019નું બ્યુગુલ વાગી રહ્યું છે ત્યારે આજે અંબાજી મંદિરમા ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા ભાજપના લોકસભા ઉમેદવાર પરબત પટેલ અંબાજી માતાજીના દર્શન કરવા બપોરે આવ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભેચ્છકો જોડાયા હતા. અંબાજી ભાજપ દ્વારા તેમનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.

દિલ્હી ભાજપ દ્વારા બુધવારે ગુજરાત ભાજપના 3 લોકસભા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જે પૈકી બનાસકાંઠા લોકસભા સીટ પરથી પરબત પટેલ (ચૌધરી)ને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે આજે બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમા બપોરે પરબત પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યાં તેમનું કાર્યકરો તરફથી સ્વાગત કરાયા બાદ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પાવડી મૂકી આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ તેમને અંબિકેશ્વર મહાદેવમાં જળ અર્પણ કર્યું હતું. અને પોતાની જીત માટે માતાજીને પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમને અંબાજી મંદિરની ગાદીમા જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતુ ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી.

ભાજપ તરફથી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબત પટેલે જણાવ્યુ હતુ કે, પક્ષ તરફથી મને જે ટિકિટ ફાળવવામાં આવી છે તે માટે હું તેમનો આભારી છું અને હું આ સીટ પરથી જંગી બહુમતીથી જીતીશ તેમ કહ્યું હતું અને પીએમ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારત આગળ વધશે તેમ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post PM મોદીની આગેવાનીમાં ભારત આગળ વધશે: પાણી પુરવઠા મંત્રી, ગુજરાત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/banaskantha-lok-sabha-candidate-parbat-patel-reached-ambaji/
via Best Gujarati News