ગુજરાતના આણંદ જિલ્લાના રહેવાસી 30 વર્ષીય ખેડૂત બાબુભાઇ પરમાર ત્યારે દંગ રહી ગયા જ્યારે તેમણે રાત્રીના દોઢ વાગે પોતાના ખાટલા નીચે બે ડરામણી ભયાનક આંખો જોઇ. આ આંખો એક માદા મગરની હતી. જે તેમના ખાટલા નીચે આરામ કરી રહી હતી. ખેડૂત તેને જોઇ ખુબ જ ડરી ગયો. પછી પોતાને સંભાળી જેમતેમ કરી ત્યાંથી બહાર નીકળી ગયા. અને ગ્રામજનોને તેની માહિતી આપી. બાદમાં ગ્રામપ્રધાન અને વન વિભાગની ટીમની મદદથી મગરને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, માલાતાજ ગામનો રહેવાસી ખેડૂત બાબુભાઇ પરમાર રોજ માફક પોતાના ખાટલા પર સૂઇ રહ્યા હતાં. રાત્રીના દોઢ વાગ્યે લગભગ કૂતરાઓના ભસવાનો અવાજના કારણે તેમની ઉંઘ ઉડી ગઇ. આ દરમિયાન અડધા જાગેલા પરમારે પોતાના ખાટલાની આરપાર જોયું તો તેમને એક માદા મગર નજર આવી. આ જોઇ ડરથી કાંપી રહેલા પરમાર ત્યાંથી જેમતેમ કરી બહાર નીકળ્યા અને ગ્રામજનોને તેની માહિતી આપી.

બાદમાં વન વિભાગ અને ગ્રામજનોની મદદના કારણે મગરને ખાટલાની નીચેથી બહાર નીકાળવામાં આવ્યો. ગામના સરપંચે જણાવ્યું કે, 8 ફુટની માદા મગર ગર્ભવતી હતી. તેમને જણાવ્યું કે, આ મોસમમાં તે ઇંડા આપવા માટે તે સુરક્ષિત સ્થાનની શોધમાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આણંદમાં અડધી રાત્રે ખેડૂતના ખાટલા નીચે આવ્યો મહાકાય મગર અને… appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anand-farmer-house-crocodile-under-the-bed/
via Best Gujarati News