10 રૂપિયાની એક નોટ વૃદ્ધને 2 લાખનું નુક્સાન કરાવી ગઇ, જાણો શું છે મામલો
એક 72 વર્ષીય વૃદ્ધ રોડ પરથી 10 રૂપિયાની નોટ ઉઠાવવા જતા 2 લાખ રૂપિયાનું નુક્સાન કરી બેઠા. આ ઘટના ગાંધીનગરના સેક્ટર 7ની છે. મંગળવારે બપોરે બે બાઇક સવારોએ વૃદ્ધને રોકીને કહ્યું કે, તેમની 10 રૂપિયાની નોટ નીચે પડી ગઇ છે. જ્યારે આ વૃદ્ધ નોટ ઉઠાવવા માટે નીચે નમ્યા, ત્યારે બંન્ને આરોપીઓ તેમની બેગ લઇ ફરાર થઇ ગયા જેમા લગભગ 2 લાખ રૂપિયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર 7 નિવાસી જાહિરૂદ્દીન શેખએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમણે ગાંધીનગરના સેક્ટર 16 સ્થિત એક બેંકમાંથી 2 લાખ રૂપિયા નીકાળ્યા હતાં. પરંતુ હવે તેમની પાસે માત્ર 20 હજાર રૂપિયા જ બચ્યા છે. એફઆઇઆર અનુસાર, તે પોતાના ટૂ-વ્હીકલથી બેંકથી રૂપિયા નીકાળી પોતાના ઘર પરત ફરી રહ્યા હતાં.
રસ્તામાં મોટર સાઇકલ સવાર બે લોકોએ તેમને બોલાવી કહ્યું કે, તેમના રૂપિયા પડી ગયાં છે. તેઓ જ્યારે પૈસા ઉપાડવા લાગ્યા ત્યારે જ રસ્તા પરથી પસાર થઇ રહેલા એક અન્ય યુવકે તેમને કહ્યું કે, આરોપીઓ તેમની બેગ લઇ ભાગી ગયા છે. પોલીસે ચોરીનો મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post 10 રૂપિયાની એક નોટ વૃદ્ધને 2 લાખનું નુક્સાન કરાવી ગઇ, જાણો શું છે મામલો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gandhinagar-old-man-lost-2-lakh-rupees-while-picking-10-rupees-note/
via Best Gujarati News
0 Comments