લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ બળવો કરી રહ્યાના સમાચાર સમાન્ય થઇ ગયા છે. ગત થોડા સમયમાં કોંગ્રેસના કેટલાક ચાલુ ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. જેના કારણે કોગ્રેસને ઘણુ એવું નુક્સાન પણ થયું છે. હવે અમરેલી કોંગ્રેસમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે.

ગઈ કાલે વેલનાથ ઠાકોર સમાજના વલ્લભ જીજુવાડિયા અને સાવરકુંડલા સહકારી અગ્રણી અને કોંગ્રેસ નેતા દિપક માલાણી બાદ આજે અમરેલીમાં ઠાકોર સેનાનો કોંગ્રેશ સામે બળવો કર્યો છે. આજે અમરેલી જિલ્લા ઠાકોર સેનાની બેઠક મથુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. આ બેઠકમાં 11 તાલુકા પ્રમુખો અને 80 જિલ્લાભરના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

તમને જણાવી દઇએ કે, અમરેલી જિલ્લામાં ટોટલ 18 હજાર યુવાનોનું સંગઠન છે. ઠાકોર સેનાની સતત અવગણના કરાઈ રહેલ હોવાથી કોંગ્રેસ સામે બળવો કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્લીમાં અને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પર સતત વિરોધ ઉઠી રહ્યો છે. વિપક્ષનેતા પરેશ ધાનાણીને હવેલી લેવા જતા ગુજરાત ખોવાઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પરેશ ધાનાણીના ગઢમાં હવે ઠાકોર સેના મેદાને, કર્યો કોંગ્રેસ સામે બળવો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/thakore-sena-rebelled-against-the-congress-in-the-fort-of-paresh-dhanari/
via Best Gujarati News