પીએમ મોદીએ ગુરૂવારનાં મેરઠમાં રેલીને સંબોધિત કરતા વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે  સપા, બસપા અને આરએલડીને ‘સરાબ’ (શરાબ) ગણાવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પટના સાહિબથી ટિકિટ કાપતા અંસતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હા કૉંગ્રેસ શરણે ગયા છે અને તેઓ આજે કૉંગ્રેસમાં જોડાશે, જો કે લાલુનાં કારણે તેમની એન્ટ્રી ટળી રહી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલીમાં ભડકો થયો છે અને હવે ઠાકોર સેનાએ બળવો કર્યો છે. બીજી તરફ અમેરિ્કાએ જૈશ-એ-મોહમ્મના વડા મસૂદ અજહરને વૈશ્વિક આંતકી જાહેર કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધારતા ચીને ચેતવણી આપી છે કે અમેરિકા બળજબરીપૂર્વક કામ ના કરે.  તો તાજેતરમાં થયેલા માંકડિંગ વિવાદ પર પૂર્વ ક્રિકેટર વિનૂ માંકડનાં દીકરાએ પોતાના પિતાનાં નામનાં ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો છે. સહિતનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: મોદીએ કહ્યું – ‘સરાબ’ દેશના સ્વાસ્થ્ય માટે હાનિકારક તો વિપક્ષ ગિન્નાયું

PM મોદીએ ગુરૂવારના રોજ મેરઠમાં રેલી દ્વારા પોતાના ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો અને તેની સાથે જ 2019નો રાજકીય ‘મહાસંગ્રામ’ની પણ શરૂઆત થઇ ગઇ. પીએમ મોદીએ જયાં યુપીમાં મહાગઠબંધનની તુલના શરાબ સાથે કરી અને કોંગ્રેસના ન્યૂનયતમ આવકના વચન પર કટાક્ષ કર્યો તો બીજીબાજુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એ તેના પર વળતો પ્રહાર કર્યો. કોંગ્રેસે જયાં પીએમ મોદી પાસે ગરીબોની મજાક ઉડાવા માટે માફીની માંગણી કરી ત્યાં અખિલેશ યાદવે એ કહીને મોદી પર પ્રહારો કર્યા કે નફરતને વધારનારાને સરાબ અને શરાબનું અંતર સુદ્ધાં ખબર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાહુલ સાથે શત્રુઘ્ન સિન્હાએ કરી મુલાકાત,શું લાલુના કારણે ટળી કોંગ્રેસમાં એન્ટ્રી?

ભારતીય જનતા પાર્ટી તરફથી પટના સાહિબ લોકસભા ક્ષેત્રથી ટીકિટ કપાતા અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હા હવે કોંગ્રેસનું દામન થામી શકે છે. એવા સમાચાર છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં જોડાશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર નવી પાર્ટીમાં જોડાવવાનો મામલો હવે થોડો ગુંચવાયો છે. જેના કારણે મોડુ થઈ રહ્યુ છે. હાલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા શત્રુઘ્ન તેમના ઘરે ગયા હતા. જો કે પાર્ટીમાં સમાવેશ થવા અંગે હજુ સંશય છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પરેશ ધાનાણીના ગઢમાં હવે ઠાકોર સેના મેદાને, કર્યો કોંગ્રેસ સામે બળવો

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ બળવો કરી રહ્યાના સમાચાર સમાન્ય થઇ ગયા છે. ગત થોડા સમયમાં કોંગ્રેસના કેટલાક ચાલુ ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. જેના કારણે કોગ્રેસને ઘણુ એવું નુક્સાન પણ થયું છે. હવે અમરેલી કોંગ્રેસમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: 10 રૂપિયાની એક નોટ વૃદ્ધને 2 લાખનું નુક્સાન કરાવી ગઇ, જાણો શું છે મામલો

એક 72 વર્ષીય વૃદ્ધ રોડ પરથી 10 રૂપિયાની નોટ ઉઠાવવા જતા 2 લાખ રૂપિયાનું નુક્સાન કરી બેઠા. આ ઘટના ગાંધીનગરના સેક્ટર 7ની છે. મંગળવારે બપોરે બે બાઇક સવારોએ વૃદ્ધને રોકીને કહ્યું કે, તેમની 10 રૂપિયાની નોટ નીચે પડી ગઇ છે. જ્યારે આ વૃદ્ધ નોટ ઉઠાવવા માટે નીચે નમ્યા, ત્યારે બંન્ને આરોપીઓ તેમની બેગ લઇ ફરાર થઇ ગયા જેમા લગભગ 2 લાખ રૂપિયા હતાં.

વધુ વાંચવા કરો ક્લિક-5: અમેરિકાને ચીનની ચેતવણી, કહ્યું-‘બળજબરીથી કામ ન કરે, નહીં તો થશે…’

અમેરિ્કાએ જૈશ-એ-મોહમ્મના વડા મસૂદ અજહરને વૈશ્વિક આંતકી જાહેર કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધારતા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેથી અજહરનું નામ બ્લેક લિસ્ટમાં આવી શકે.

વધુ વાંચવા કરો ક્લિક-6: શેરબજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 412 અને નિફ્ટી 124 અંક વધી બંધ

આજે શેરબજારના દિવસના અંતે સેન્સેક્સ 412.84 અંક એટલે કે 1.08 ટકા વધીને 38,545.72 પર અને નિફ્ટી 124.95 અંક એટલે કે 1.09 ટકા વધીને 11,570.00 પર બંધ થયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: PM મોદી બાદ આ રાજનેતાની બની શકે છે બાયોપિક, વિદ્યા બાલન ભજવી શકે છે પાત્ર

બોલિવુડમાં રાજનેતાઓના જીવન પર ફિલ્મ બનાવવાનો માનો એક ક્રેઝ શરૂ થઈ ગયો છે. ડો. મનમોહન સિંહ, બાલ ઠાકરે, એનટી રામારાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેત્રી અને નેતા જયલલિતા બાદ હવે દેશમાં દલિત રાજનીતિને તાકત બનાવનાર માયાવતીના જીવને ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: શાહરૂખ-સલમાન જેવા સ્ટાર્સ પણ આ મામલે આલિયા ભટ્ટથી થયા પાછળ, બનાવ્યો નવો રેકોર્ડ

આલિયા ભટ્ટની મોટા ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જ્યારે હવે આલિયાનું નામ બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં બોલાઈ રહ્યું છે. ફિલ્મ ‘રાઝી’થી આલિયાએ દર્શકોનુ દિલ જીતી લીધું અને પોતાની એક અલગ ઓળખ બનાવી. ફિલ્મફેરમાં પણ આલિયાને આ ફિલ્મ માટે સર્વત્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

વધુ વાંચવા કરો ક્લિક-9: મહિલાઓ વિશે અભદ્ર કૉમેન્ટ પર વિવાદ: રાહુલે કહ્યું “ખુદનાં ચરિત્ર પર થવા લાગી હતી શંકા”

‘કૉફી વિથ કરણ’ શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાને લઇને ભારતીય ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનો ઘણો જ વિરોધ થયો હતો અને બંનેને બીસીસીઆઈએ કેટલીક મેચો માટે સસ્પેન્ડ કર્યા હતા. COAએ આ મામલે તપાસની જવાબદારી સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત BCCI લોકપાલને આપી છે અને આની પર નિર્ણયની રાહ જોવાઇ રહી છે. આ વિવાદ બાદ હવે કેએલ રાહુલનું નિવેદન સામે આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: અશ્વિન-બટલર વિવાદ પર વિનૂ માંકડનો દીકરો લાલઘૂમ, ‘માંકડિંગ’ નામ પર ઉઠાવ્યો વાંધો

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબનાં કેપ્ટન આર.અશ્વિન દ્વારા જોસ બટલરને ‘માંકડિંગ’ રન આઉટ કરવાને લઇને વિવાદ થયો હતો. તો હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વીનૂ માંકડનાં દીકરા રાહુલ માંકડે પોતાના પિતાનાં નામ પર રનઆઉટનું નામ રાખવાને લઇને વાંધો ઉઠાવ્યો છે. રાહુલ માંકડે વાંધો ઉઠાવતા કહ્યું કે, “રન આઉટ કરવાની આ રીત પર મારા પિતાનાં નામ પર માંકડિંગ કહેવું ખોટું છે.”

  વધુ વાંચવા કરો ક્લિક-11: શમીનું વૃક્ષ કરાવે છે અપાર ધન વર્ષા, શું છે તમારા હોમ ગાર્ડનમાં

પુરાણોમાં કેટલાંક વૃક્ષ અને છોડને ધાર્મિક વૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વૃક્ષોના ચમત્કારિક લાભ અને દેવી દેવતાઓનો તેમાં વાસ હોવાને કારણએ તેને આ દરજ્જો મળ્યો છે. આ વૃક્ષોમાંથી એક છે શમીનું વૃક્ષ… એવી માન્યતા છે કે ઘરમાં શમીના વૃક્ષને લગાવવાથી તમારા પૂરા પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાની સાથે સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: Xiaomiનો સ્માર્ટફોન માત્ર 4,499 રૂપિયામાં, જાણો તેના જોરદાર ફિચર્સ

ચીનની સ્માર્ટફોન બનાવતી Xiaomi કંપનીએ ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત માનવામાં આવે તેવી નથી. પણ હા આ વાત સત્ય છે. Xiaomi Redmi Goમાં 5-ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 720×1280 પિક્સેલ્સ છે. આ ઉપરાંત, ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 SoC પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે તેમા 308 જીપીયુ પણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@06PM: PM મોદીએ મહાગઠબંધનને ગણાવ્યું ‘સરાબ’, કૉંગ્રેસ સામે ઠાકોર સેના મેદાને appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/headlines-on-28th-march-till-6pm/
via Best Gujarati News