પાલનપુર તાલુકાના ઘાણઘા ગામના રાકેશ રામાભાઈ ભોખરીયા ને ખર્ચના પૈસા અને મોટરસાયકલ રીપેરીંગ કરાવી આપવાની લાલચમાં ફસાવી ચોરીનું ટ્રેકટર તેના સામે સ્ટેમ્પ બનાવી તેની સહીઓ કરી રાજસ્થાનમાં વેચી મારવામાં આવતાં ડીસા પોલીસે ચોરીના કેસમાં તેનું નામ ખોલતાં લાગી આવતાં તેણે શરીરે કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેતાં ત્રણ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ઉપરોકત બનાવ સંદર્ભે પાલનપુર તાલુકા પોલીસ મથકે મૃતક યુવકના પિતા રામાભાઈ હીરાભાઈ ભોખરીયા એ નોંધાવેલ ફરિયાદ અનુસાર ત્રણેક માસ અગાઉ તેમના દિકરા રાકેશને ખર્ચાના પૈસા આપવાની અને મોટરસાયકલ રીપેરીંગ કરાવવાની લાલચ આપી ચોરીના ટ્રેકટર નું તેના નામે સ્ટેમ્પ બનાવી રાજસ્થાનમાં વેચી મારવામાં આવ્યું હતું. જે અંગેના કેસમાં ડીસા પોલીસને રાકેશનું નામ મળી આવ્યું હતું. તેથી તેને ડીસા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે તેમ કહેતા સમસમી ઉઠેલા રાકેશને લાગી આવ્યું અને પેણે ટ્રેકટર ચોરી કર્યું ન હોઈ અને તેની બદનામી થશે તેવા ભયથી ગત ૧૬મી ફેબ્રુઆરી એ તેણે ધરે એકલો હોઈ કેરોસીન છાંટી આત્મહત્યાની કોશિષ કરતાં તેને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન ગત તા. 22 ફેબ્રુઆરીએ તેનું મોત થયું હતું જે અંગે મૃતક યુવકના પિતા રામાભાઈ હીરાભાઈ ભોખરીયા એ પાલનપુર તાલુકા પોલીસમથકે સંજયભાઈ કલ્પેશભાઈ વારેચા રહે.ઘાણઘા, તથા સિકંદરભાઈ સિપાઈ અને પ્રકાશ પંચાલ રહે.મોરીયા તા. વડગામ વાળા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રણ બહેનોના એકના એકભાઈ નું મોતથી પરિવારમાં દુખનો પહાડ તુટી પડયો.

ઉપરોકત ઘટનામાં જેમાં હજુ લગ્ન પણ થયા ન હતાં અને બે બહેનોના લગ્ન બાદ વિધવા બની છે. અને એકના એક લાડકવાયાના મોતથી પરિવાર માથે દુખનો પહાડ તુટી પડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post એક સહી કરવી યુવકને પડી ગઇ ભારે, આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-youth-who-was-stranded-in-a-false-case-of-stealing-committed-suicide/
via Best Gujarati News