ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ(જીએસટી) દરમાં ઘટાડાનો લાભ બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર ન આપનાર સામે સરકાર હવે કડક પગલા લેવાના મૂડમાં છે. રિપોર્ટ મુજબ સરકારે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

સેન્ટ્રલ ફૂડ એન્ડ કન્ઝ્યુમર મંત્રાલયે એવા પ્રોડક્ટનું વેચાણ કરનારી કંપનીઓ સામે તપાસના આદેશ આપ્યા છે. એમ સૂત્રોએ જણાવ્યું છે. આમાં લોટ, મસૂર, અને સોજી જેવા પ્રોડક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે. જે જિંસની શ્રેણીમાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારને ફરિયાદો મળી રહી છે કે નોન બ્રાન્ડના પ્રોડક્ટ પર કંપનીઓ જીએસટીમાં મળેલ લાભ ગ્રાહકોને આપતી નથી.

જોકે હવે વધુ પ્રમાણમાં આવી ફરિયાદો મળતા ગ્રાહક બાબતોના મંત્રાલયે નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ એજન્સીને એવી કંપનીઓ સામે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા જ આવા નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર સરકારે જીએસટી દર શૂન્ય કર્યો હતો. જોકે બ્રાન્ડેડ અનાજ પર 5 ટકા જીએસટી લાગે છે. આવા પ્રોડક્ટ્સનું શૂન્ય જીએસટીમાં આવ્યા બાદ કંપનીઓ અને ફેક્ટરીઓ જીએસટીથી બચવા માટે આ વસ્તુઓના તેમના બ્રાન્ડ સરેન્ડર કર્યા હતા. પરંતુ કંપનીઓએ વસ્તુઓની કિંમતોમાં ઘટાડો નથી કર્યો. જેની સતત ફરિયાદો મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post GSTનો લાભ ન આપનાર કંપનીઓ સામે હવે સરકારની લાલ આંખ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/government-ready-take-step-against-who-do-not-give-gst-benefits/
via Best Gujarati News