આ નાણાકીય વર્ષ સમાપ્ત થવામાં હવે માત્ર બે દિવસનો સમય બચ્યો છે. 1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. જોકે આ વર્ષમાં તમારા ખિસ્સા પર વધુ ભાર પડશે. કારણે કે નવા નાણાકીય વર્ષમાં કેટલીક આવશ્યક વસ્તુઓના ભાવમાં વધારો થશે. તો આવો જાણીએ કઈ-કઈ વસ્તુઓના વધશે ભાવ…

કાર ખરીદવી થશે મોંધી:

નવા વર્ષમાં તમને કાર ખરીદવાનું વધુ મોંઘું થઈ શકે છે કારણ કે કાર કંપનીએ તેમના પ્રોડક્ટના ભાવમાં 75 હજાર રૂપિયા સુધીનો વધારો કરવા જઈ હરી છે. આવી કંપનીઓમાં ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર મોટર્સ, જેગુઆર લેન્ડ લોવર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ છે. ટાટા 25 હજાર રૂપિયા, મહિન્દ્રા 75 હજાર રૂપિયા અને જેગ્યુઆર 4 ટકાનો વધારો કરી શકે છે.

રાંધણ ગેસ થશે મોંધું:

નવા વર્ષથી ગેસ સિલેન્ડરના ભાવમાં પણ વધારો થાય એવી સંભાવનાઓ છે. કારણે રિપોર્ટ મુજબ તેલ કંપનીઓ દરેક મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં પરિવર્તન કરે છે. ઉપરાંત ઘરોમાં પાઇપ લાઇન વળે પહોંચતી ગેસ પાઇપ નેચરલ ગેસ(પીએનજી) અને ગાડિઓમાં ભરાતી સીએનજીના ભાવમાં પણ 1લી એપ્રિલથી વધારો થઈ શકે છે. જ્યારે પ્રાકૃતિક ગેસના ભાવમાં 18 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ગેસની કિંમતોમાં વધારો થતા મોંઘવારી પણ વધશે.

હવાઈ મુસાફરી થશે મોંઘી:

રિપોર્ટ મુજબ સરકારની એક સમિતિએ હવાઈ મુસાફરી કરવાવાળા મુસાફરોથી પહેલા કરતા વધુ મુસાફરી સેવા શુલ્ક વસૂલવાની ભલામણ કરી છે. જો આ અમલમાં આવશે તો એરલાઇન્સની ટિકિટ વધુ મોંઘી થઈ જશે.

હૃદયની સારવાર પણ મોંઘી થશે:

હૃદયના દર્દીઓની સારવાર મોંઘી થઈ શકે છે. કારણ કે હૃદયમાં મૂકાતા સ્ટેન્ટના ભાવમાં 1લી એપ્રિલથી વધારો થઈ શકે છે. નવી કિંમતો લાગૂ થતા હોસ્પિટલ્સ પર નવી કિંમતોના આધારે ભાવ વસૂલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post નવા નાણાકીય વર્ષથી તમારા ખિસ્સા પર વધશે ભાર, આ વસ્તુઓ થશે મોંઘી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/these-things-will-be-costlier-from-april-in-news-fy/
via Best Gujarati News