કેન્દ્ર સરકારે પર્સનલ ફાઇનાન્સ સાથે સંકળાયેલા ઘણા ફેરફારો કર્યા છે જે 1 એપ્રિલથી લાગુ થવાના છે જે જાણવા તમારા માટે ખુબ જ જરૂરી છે કારણ કે આ ફેરફારની તમને સીધી અસર થવાની છે તો જાણો ટેક્સ સાથે સંકળાયેલા આ ફેરફારો.

1, પાંચ લાખ સુધીની ટેક્સેબલ આવક પર ઝીરો ટેક્સ

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ 2019માં પાંચ લાખ રૂપિયાની ટેક્સેબલ આવકને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આથી જો તમારી આવક આની અંદર આવે છે તો તમારે ટેક્સ ચૂકવવાની જરૂર નહીં રહે.

2, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધીને 50,000 રૂપિયા

નવા નાણાકિય વર્ષમાં તમે વધુ ટેક્સ બચાવી શકશો, કારણ કે વચગાળાના બજેટ 2019માં કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે. આ રીતે આમાં 10,000નો વધારો કરવામાં આવ્યો છે.

3, બીજા મકાનના ભાડા પર કોઇ ટેક્સ નહીં

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટની ઘોષણા અનુસાર જો તમારી પાસે બે ઘર છે અને બીજુ ઘર ખાલી છે તો તેને પણ સેલ્ફ ઓક્યુપાઇડ (સ્વ વપરાશ માટે) માનવામાં આવશે અને તમારે નોશનલ રેંટ (કાલ્પનીક ભાડુ) પર કોઇ ટેક્સ નહીં ચુકવવો પડે. હાલમાં જો તમારી પાસે એક કરતાં વધારે ઘર હોય તો એકને સેલ્ફ ઓક્યુપાઇડ અને બીજાને ભાડે આપેલું માનવામાં આવે છે જેના પર નોશનલ રેંટ પર ટેક્સ ચુકવવો પડે છે.

4, ટીડીએસની સીમા વધીને 40000ની થઇ

વ્યાજથી થનારી આવકના સ્ત્રોત પર કરની કટૌતી (ટીડીએસ)ની સીમા વર્ષે 10,000 રૂપિયાથી વધીને 40,000 રૂપિયા થઇ ગઇ છે. આનાથી વડિલ વર્ગના લોકો અને નાના બચતકર્તાઓને ફાયદો થશે જેઓ બેંકો અને પોસ્ટ ઓફીસમાંથી મળતા વ્યાજ પર નિર્ભર છે. અત્યાર સુધી આ લોકો વર્ષે 10 હજાર વ્યાજની આવક પર કપાઇ રહેલા ટેક્સના રીફંડની માંગ કરી શકતા હતા.

5, એક્સટર્નલ બેંચમાર્કથી નક્કી થશે લોન પર વ્યાજનો દર

રિઝર્વ બેંક (RBI)એ પર્સનલ લોન, હોમ લોન, કાર લોન અને એમએસએમઇ ધીરાણ પર ફ્લોટીંગ રેટને એક એપ્રિલથી રેપો રેટ કે સરકારી બોન્ડમાં રોકાણ પર જેવા માપદંડો સાથે સાંકળી લેવામાં આવ્યા છે. હાલમાં બેંકો તેમના ધીરાણના દરોને પીએલઆર, બીપીએલઆર, આધાર દર તથા એમસીએલઆર જેવા આંતરીક માપદંડોના આધારે નક્કી કરે છે.

6, 1 એપ્રિલ, 2019થી ફિઝીકલ શેરો ટ્રાંસફર નહીં થાય

જે લોકો પાસે લિસ્ટેડ કંપનીઓના શેર ફિઝિકલ ફોર્મમાં છે, તેઓ 1 એપ્રિલ પછી તેમને ના તો ટ્રાંસફર કરી શકશે કે ન તો તેને વેચી શકશે. આ પહેલા આ મર્યાદા 5 ડિસેમ્બર, 2018 હતી. જૂનમાં સેબીએ લિસ્ટિંગ ઓબ્લગેશંસ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સમાં ફેરફારો કર્યા હતા. એટલે 3.33 લાખ કરોડ કે દેશમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કૈપના 2.39 ટકા ભાગ ફિઝેકલ શેરના રૂપમાં છે. કેટલાક રોકાણકારો ખાસ કરીને વૃદ્ધોએ હવે ફિઝિકલ શેરોને ડિમેટ ફોર્મમાં બદલવા પડશે ત્યારે જ જેઓ તેને ટ્રાન્સફર કરી શકશે કે વેંચી શકશે.

7, હાઉસીંગ સેકટર માટે જીએસટીના નવા દરો અને નિયમો

જીએસટી કાઉન્સીલે 24 ફેબ્રુઆરી, 2019માં તેમની 33મી બેઠક બાદ જીએસટીના નવા દરો જાહેર કર્યા છે જે 1 એપ્રિલ, 2019થી લાગુ થઇ જશે. 1 એપ્રિલ, 2019થી નિર્માણાધીન પ્રોજેક્ટ્સ પર ડેવલપરો અને બિલ્ડરો પાસે જીએસટીના બે વિકલ્પ હશે. ઇનપુટ ટેક્સ ક્રેડીટ સુવિધા સાથે 12 ટકા જીએસટીનો વિકલ્પ પસંદ કરે કે પછી ઇનપુટ ટેક્સ ક્રેડીટ વગર 5 ટકા જીએસટી વિકલ્પ પસંદ કરશે.

વ્યાજબી ભાવના મકાનો સંદર્ભમાં જીએસટીનો દર ઇનપુટ ટેક્સ ક્રેડીટ સાથે આઠ ટકા અને ઇનપુટ ટેક્સ ક્રેડીટ વગર એક ટકો રહેશે. 1 એપ્રિલ, 2019થી શરૂ થનારા કોઇપણ નવા પ્રોજેક્ટ પર જીએસટીના નવા દરો લાગુ કરવા અનિવાર્ય રહેશે.

8, કેપિટલ ગેઇનનો બે રહેણાંક મકાનોમાં રોકાણનો લાભ

ટેક્સ ભરનાર કે જે તેમનું મકાન વેચી ચુક્યા છે, તેઓ પાસે ટેક્સથી બચવા માટે એલટીસીજીને એક મકાનના બદલે બે મકાનોમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે. જો કે તમને એ વાતની ખબર હોવી જોઇએ કે એલટીસીજીની રકમ બે કરોડ કરતાં વધારે ન હોવી જોઇએ અને તેનો ફાયદો જીવનમાં એક વખત જ લઇ શકાશે.

9, ઇક્વિટી એલટીસીજી ટેક્સેશન બદલાયું

ઇક્વિટી શેર અને ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ પર એલટીસીજીની ઘોષણા 2018ના બજેટમાં કરવામાં આવી હતી. આ માટે જો એ ઇક્વિટી શેર્સ કે ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાકિય વર્ષ 2018-19માં વેચ્યા છે અને જો એક વર્ષ કરતાં વધારે સમય તમારી પાસે રાખ્યા છે તો તેમના પર નાણાકિય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં સમયે ટેક્સનું ચુકવણું કરવું પડશે. જો આ લાભ એક લાખ રૂપિયા કરતાં વધારે હશે તો, એલટીસીજી પર 10 ટકાના દરે ટેક્સ લાગશે અને તેના પર ઇંડેક્સેશનનો ફાયદો નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 1 એપ્રિલથી બદલાઇ જશે ટેક્સના નવ નિયમો, જાણી લો રહેશો ફાયદામાં appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/know-nine-changes-of-tax-in-new-financial-year/
via Best Gujarati News