માર્ચ એક્સપાયરી અને સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બાજરમાં સ્થિર કારોબાર જોવા મળ્યો છે. જોકે માર્કેટની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. પરંતુ દિવસ દરમિયાન ઉપલા મથાળેથી થતી વેચવાલી અને બેંકિંગ શેરોમાં નફાખોરી થતા સૂચકાંક સેન્સેકસ અને નિફ્ટી પર દબાણ જોવા મળ્યું હતું.

જોકે અંતિમ ટ્રેડિંગ સમયમાં સેન્સેકસ 127.19 અંક ઉછળીને 38,672 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 53 પોઈન્ટના વધારા સાથે 11,623 નજીક સેટલ થયા છે. જ્યારે આ પહેલા ગઈકાલના બંધ 38,545ની સામે આજે સેન્સેકસ 38,675 પર ખુલી દિવસ દરમિયાન 38,546ની નીચલી સપાટી અને 38,748ની ઊંચી સપાટી નોંધાવી છે. નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ ગઈકાલે 11,570ના બંધ સામે આજે 11,625 પર ખુલી દિવસ દરમિયાન 11,570.15ના લો અને 11,630ના હાઈ નોંધાવ્યો હતો.

ઉપરાંત કંપની શેરમાં શુક્રવારે વેદાન્તા, ટાટા સ્ટીલ, M&M, ટાટા મોટર્સ અને ONGC ટોચ 5 બીએસઈ ગેનર્સ રહ્યાં છે જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, ITC, બજાજ ઓટો, એક્સિસ બેંક અને NTPC ટોપ 5 લૂઝર્સ રહ્યાં છે.

ટ્રેડિંગ સમય દરમિયાન બેંકિંગ સેક્ટરમાં વેચવાલી થતા બજારમાં દબાણ વધ્યું હતું અને એસએન્ડપી બીએસઈ બેંકિંગ ઈન્ડેક્સમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અંતે પણ ઈન્ડેક્સમાં રેડ ઝોન યથાવત રહેતા 34,141 પર બંધ આવ્યો છે. બીજી તરફ નિફ્ટમાં 33 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 17 શેર રેડ ઝોનમાં બંધ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post નાણાકીય વર્ષના અંતે સેન્સેકસ 127 અંક ઉછળીને સેટલ, નિફ્ટી 10,600ને પાર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/market-closed-in-green-at-the-end-of-financial-year/
via Best Gujarati News