વાહન માલિકો માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ મુજબ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ વખતે બાઇક, કાર અને કમર્શિયલ વાહનો પર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં કોઈ વધારો ન કરવાનો નિર્યણ કર્યો છે.

નોંધનીય છે કે છેલ્લા એક દાયકાથી એપ્રિલની નજીક મોટર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં 10-40 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે ગત વર્ષે બાઇક, કાર અને ટેક્સીના પ્રીમિયમમાં 10-20 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુબજ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા(આઈઆરડીએઆઈ) આ નાણાકીય વર્ષમાં પ્રીમિયમમાં કોઈ પણ વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. રેગ્યુલેટર થર્ડ પાર્ટી મોટર કવરની દરોનું નિર્ધારણ કરે છે અને પર્સનલ એક્સિડેન્ટના મામલે દરોના નિર્ધારણની અનુમતિ વીમાદાતાને આપે છે. આ વર્ષે એવી અપેક્ષા હતી કે ઈન્સ્યોરન્સ રેટમાં 20થી 30 ટકાનો વધારો થશે પરંતુ એવું થયું નથી. ગ્રાહકોએ આ નિર્ણયને વધાવ્યો છે.

સૂત્રો મુજબ IRDAIએ ગુરૂવારે કહ્યું કે 1લી એપ્રિલ 2018થી અમલમાં મૂકવામાં આવેલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની દરો આ વર્ષે પણ યથાવત રહેશે. 75 સીસીથી ઓછા એન્જિનવાળા ટૂ વ્હિલર્સના ઈન્સ્યોરન્સ રેટ પહેલાની જેમ લગભગ 427 રૂપિયા રહેશે. જ્યારે આ સિવાય 75થી 150 સીસી સુધીના એન્જિન વાળા ટૂ વ્હિલર્સનો પ્રીમિયમ રેટ 720 રૂપિયા સુધી રહેશે. ઉપરાંત હાઇપાવર બાઇકની દર પહેલીની જેમ 985 રૂપિયા સુધી રહેશે.

આ સિવાય સૂત્રો મુજબ IRDAIએ કહ્યું કે નાની કાર વાળાઓને રૂ.1850 પ્રીમિયમ આપવાનું રહેશે જ્યારે એસયૂવીનો ચાર્જ 7,890 રૂપિયા રહેશે. ઓટો રિક્શા અને ઈ-રિક્શાનો રેટ ક્રમશ: 2,595 અને 1,685 રૂપિયા રહેશે. નાની ટેક્સિઓ માટે 5,437 રૂપિયા અને મોટી કમર્શિયલ કારો માટે 7,147 રૂપિયા વાર્ષિક આપવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વાહન ચાલકો માટે સારા સમાચાર, વીમાને લઈને લેવાઓ આ મોટો નિર્ણય appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/irda-give-relief-to-motorists-wont-increase-third-party-insurance-in-this-year/
via Best Gujarati News