આ શખ્સે ગૂગલ અને ફેસબુકને પણ અબજોમાં નવડાવ્યા, રીત જાણી ચોંકી જશો
દનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની ગૂગલ અને સોશિયલ મીડિયા એપ કંપની ફેસબુકની સાથે એક શખ્સે બઉ મોટી ઠગાઈ કરી છે. લતાવિયાના એક વ્યક્તિએ ફેસબુક અને ગૂગલ સાથે 122 મિલિયન ડોલર(1 અબજ રૂપિયાથી વધુ)ની છેતરપિંડી કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ લતાવિયાના રહેવાસી એવલાદસ નામના એક શખ્સે ફ્રોડ કરી ગૂગલથી 23 મિલિયન ડોલર અને ફેસબુકથી 99 મિલિયન ડોલર લીધા છે. માહિતી મુજબ આ છેતરપિંડી 2013થી 2015 દરમિયાન થઈ હતી અને બન્ને કંપનીઓએ કોઈ પણ સામાનની ખરીદી કર્યા વગર આ સમજીને પૈસા આપ્યા કે સમાન ખરીદવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ લતાવિયાના આ શખ્સે તાઇવાનના હાર્ડવેયર મેકર Quanta Computer હોવાનું નાટક કર્યું અને આ નામની એક કંપનીને પણ લતાવિયામાં રજીસ્ટર કરી. ત્યારે આ શખ્સે ગૂગલ અને ફેસબુકને એવી આઇટમ્સના ઇનવોઇસ મોકલ્યા જે તેને ક્યારે વેચ્યા નહોંતા. રિપોર્ટ મુજબ નકલી બીલો સાથે કોન્ટ્રેક્ટ અને લેટર પણ અટેચ કર્યા હતા. જેમાં બન્ને કંપનીઓના અધિકારીઓના હસ્તાક્ષર હતા. ઉપરાંત તેને આ સાથે બનાવટી ઈમેલ્સ પણ અટેચ કર્યા જે ગૂગલ અને ફેસબુકના અધિકારીઓ દ્વારા મોકલ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ગૂગલ અને ફેસબુકે પૈસા ટ્રાન્સફર કરવા માટે વાયર ટ્રાન્સફર યૂઝ કર્યું. આ હેઠળ બન્ને કંપનીઓએ બીલોની તપાસ પણ ન કરી કે તે સાચા છે કે પછી ખોટા. ઉલ્લેખનીય છે કે આ બન્ને કંપનીઓ પાસેથી પૈસાની ઠગી કર્યા બાદ આ શખ્સે પાંચ દેશોમાં મૂડીનું રોકાણ પણ કર્યું જેમાં યુરોપ, લતાવિયા, લિથોનિયા, સાયપ્રસ, સ્લોવાકિયા અને હંગેરી સામેલ છે.
જોકે આ વિશે ગૂગલે કહ્યું કે તેમને આ ફ્રોડની જાણ થતા જ ઓથોરિટીઝને સંપર્ક કર્યો અને આ ઠગીને પકડી પાડી. કંપનીએ શખ્સ પાસેથી પૈસા પણ પરત મેળવી લીધા છે. ગૂગલે કહ્યું કે હવે ચિંતાની વાત નથી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. જ્યારે ઠગાઈ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર છેતરપિંડીનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ શખ્સે ગૂગલ અને ફેસબુકને પણ અબજોમાં નવડાવ્યા, રીત જાણી ચોંકી જશો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/a-man-has-done-122-million-dollar-fraud-with-facebook-and-google/
via Best Gujarati News
0 Comments