। નવી દિલ્હી ।

એનએસસી અને પીપીએપ સહિત સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દર સરકારે જાળવી રાખ્યા છે. આ દર એપ્રિલથી જૂનના સમયગાળા માટે છે.

પબ્લિક પ્રોવિડંટ ફંડ (પીપીએફ) અને નેશનલ સેવિંગ્સ ર્સિટફિકેટ (એલએસસી)ઉપર વાર્ષિક આઠ ટકાનો વ્યાજ દર ચાલુ રહેશે જ્યારે કિસાન વિકાસ પત્ર (કેવીપી) ઉપર ૭.૭ ટકા વ્યાજ યથાવત રહેશે અને ૧૧૨ મહિનાઓમાં તેની રકમ મળશે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. ૧ એપ્રિલ ૨૦૧૯થી લઇને ૩૦ જૂન ૨૦૧૯ થી શરૂ થતા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દર યથાવત રહેશે, એમ ફાઇનાન્સ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું. સિનિયર સિટીઝન્સ માટે પાંચ વર્ષની સેવિંગ્સ સ્કીમમાં ૮.૭ ટકાનો વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન્સની સ્કીમ માટે સેવિંગ્સ ડિપોઝીટ ઉપર ત્રિમાસિક ચૂકવાતું વ્યાજ વાર્ષિક ૪ ટકાના દરે જાળવી રખાશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે આગામી નાણાકીય વર્ષ દરમિયાન ૮.૫ ટકાનો વ્યાજ દર રહેશે. એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ ઉપર વ્યાજ દર ૭થી૭.૮ ટકા યથાવત રહેશે જે ત્રિમાસિક ધોરણે ચૂકવાશે જ્યારે પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝીટ ઉપર ૭.૩ ટકાનું વ્યાજ ચૂકવાશે, એમ નોટિફિકેશનમાં જમાવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દર કેન્દ્ર સરકારે જાળવી રાખ્યા   appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/small-savings-schemes/
via Best Gujarati News