લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ભાજપના ત્રણ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે આજે ભાજપમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ ત્યારે CM રૂપાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રંજનબેને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રોડ-શો કર્યા હતો, ત્યારબાદ કલેક્ટર કચેરીઓ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે રોડ શો દરમિયાન સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઇ કોંગ્રેસ દ્વારા આચાર સંહિત ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

વડોદરામાં CM રૂપાણીએ રંજનબેને જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ એક નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતની 26 બેઠકો પર જીતશું. આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે. આ વખતની ચૂંટણી હિંદુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે. ભાજપ જીતશે એટલે પાકિસ્તાનમાં માતમ છવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post CM વિજય રૂપાણી સામે આચારસંહિત્તા ભંગની ફરિયાદ દાખલ, જાણો શું છે મામલો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/complaint-against-vijay-rupani-the-violation-of-the-code-of-conduct/
via Best Gujarati News