છોટાઉદેપુર બેઠક માટે છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી લેતા રાજકીય માહોલ ગરમાયો છે , BTPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના ઉમેદવાર છોડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજયમાં BTP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ની સ્થિતિ સાફ થઈ નથી અને BTP દ્વારા રાજ્યમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી 8 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારશે તેવી સંભાવનાઓ વચ્ચે બે દિવસ પૂર્વેજ છોટાઉદેપુર બેઠકનાં BTPનાં ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવાનાં નામની જાહેરાત બાદ બીજા જ દિવસે BTPનાં આ ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની છોટાઉદેપુર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી લેતાં રાજકીય માહોલ ગરમાયો છે.

પોતાની ઉમેદવારીની તૈયારીના ભાગરૂપે સોગંદનામું કરવા છોટાઉદેપુર કોર્ટમાં ગયેલ ત્યારે તેની અટકાયત કરી લેવામાં આવી છે. જેને લઇ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, BTP નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કવાંટ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને તેમની પાર્ટીના ઉમેદવારઅને આદિવાસી સમાજ માટે આંદોલન કરનાર એવા નરેન્દ્ર રાઠવાને છોડવામાં આવે તેવી માંગ કરી છે, અને જો નહિ છોડવામાં કરવામાં આવે તો આગામી 2જી એપ્રિલે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેકટરને આવેદન પાઠવી અને આંદોલનનો માર્ગ આપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આ પાર્ટીના ઉમેદવારની પાસા હેઠળ ધરપકડ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/arrested-in-the-face-of-a-candidate-for-gujarat-lok-sabha-election/
via Best Gujarati News