ભાજપના સાંસદ રામસિંહ રાઠવાને રાવણના અવતાર ગણાવી બેઠા કોંગ્રેસના નેતા
છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાના જીવનપુરા ખાતે યોજાયેલ કોંગ્રેસનાં સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક પંજાબીએ છોટાઉદેપુર ભાજપના સાંસદ રામસિંહ રાઠવાને રાવણના અવતાર તરીકે સંબોધન કર્યું હતું.
ગુજરાત પ્રદેશના પ્રભારી અશોક પંજાબીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, અયોધ્યા, દ્વરકાના ભગવાન આવ્યા બાદ પણ દેશના આદિવાસીઓનું ઉદ્ધાર થયું ન હતું. તેમણે જાહેર મંચ પરથી કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરી જણાવ્યું હતું, જ્યારે સુપ્રીમકોર્ટ આદિવાસીની જમીન લઈ લેવાનો ચુકાદો આપ્યો ત્યારે રાહુલ ગાંધી તેમની સરકારના મુખ્યમંત્રીને અરજી દાખલ કરવા આદેશ કરી મનાઈ હૂકમ મેળવી આદિવાસીઓની જમીન બચાવી છે. તે સમયે મોદી કયા હતા, ક્યાં હતા પોતાને રામ ગણાવતા રામસીહ રાઠવા રાવણનો અવતાર છે કહી જાહેર મંચ પરથી અશોક પંજાબીએ પોતાના પ્રવચનમા જણાવ્યું હતું.
છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાના જીવનપુરા ખાતે યોજાયેલ કોંગ્રેસનાં સંમેલનમાં કોન્ગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક પંજાબીએ છોટાઉદેપુર ભાજપના સાંસદ રામસિંહ રાઠવાને રાવણના અવતાર તરીકે સંબોધન કર્યું.
છોટાઉદેપુર 21 લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા નસવાડી ના જીવનપુરા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, સંમેલનમાં ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહિત રાજ્ય સભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ પ્રભારી અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા સાથે મોટી સંખ્યામા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભાજપના સાંસદ રામસિંહ રાઠવાને રાવણના અવતાર ગણાવી બેઠા કોંગ્રેસના નેતા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/congress-said-bjp-mp-ramasinh-rathwa-was-described-as-ravanas-avatar/
via Best Gujarati News
0 Comments