વિસનગરના ધારાસભ્યની ઓફીસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે ફરમાવેલી સજાના હુક્મ સામે મનાઇ ફરમાવવા માટે હાર્દિક પટેલે કરેલી રીટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દેતા તે હવે લોકસભાની ચૂંટણી લડી શક્શે નહી. હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂકાદા અનુસાર હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શક્શે નહી તે સાફ થઇ ગયું છે જોકે હાર્દિર સુપ્રીમ કોર્ટની શરણે જઇ શકે છે.

હાર્દિક પટેલના ચુકાદા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, યુવાઓનું નેતૃત્વ કરનાર હાર્દિકે ચૂંટણી લડી શકે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ જો હાર્દિક પટેલ ચૂંટણી લડશે તો સરકારને ફટકો પડવાનો ડર છે. ભાજપ ડરી ગયી છે કારણ કે, સંઘર્ષ કરતા યુવાનને લડતા અટકાવવા માટે તે તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પાટીદાર આંદોલનના કારણે ભાજપની જનવિરોધી નીતિનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. હવે હાર્દિક કોંગ્રેસનો પ્રચાર કરશે અને આ મામલામાં જરૂરી જે કાંઈ કાયદાકીય પ્રક્રિયાઓ હશે તેનો સહારો લેવામાં આવશે. હાર્દિકને ચૂંટણી લડવા રોકવા માંગતા હતા તેમાં તેઓ સફળ થયા છે. હાર્દિક હવે આગામી દિવસોમાં પ્રચાર કરશે અને ભાજપની જન વિરોધી નિતિઓને લોકો સમક્ષ લઈ જશે.

આ સાથે જ ભારત દેસાઇએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને કહ્યું કે, હાર્દિક જ્યારથી કોંગ્રેસમાં જોડાયો ત્યારથી ભાજપ હાર્દિકને ટાર્ગેટ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલથી ડરી ગઈ છે.

આ દરમિયાન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે હાર્દિક કોંગ્રેસની સાથે પ્રચાર કરીને યુવાનોના પ્રશ્નોને વાચા આપશે. આ સાથે જ તેમણે કહ્યું કે, ભાજપનું શીર્ષ નેતૃત્વ હાર્દિક પટેલથી ડરી ગયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હાર્દિક હવે શું કરશે? કોંગ્રેસ નેતાઓએ આપ્યો જવાબ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/what-will-haridik-patel-do-after-the-gujarat-high-court-verdict-congress-leaders-gave-answers/
via Best Gujarati News