આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી માટે અનેક બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્ધારા ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતું બંન્નેમાંથી કોઈપણ પક્ષે હજુ સુધી મહેસાણા બેઠક માટે કોઈપણ ઉમેદવારની સત્તાવારની જાહેરાત કરી નથી. મહેસાણામાં બંન્ને પક્ષોમાં ઘણા ઉમેદવારો ઘોડે ચડવા તૈયાર બેઠા છે પરંતું હજુ સુધી કોઈના નામના સત્તાવાર જાહેરાત થઈ ન હોવાથી તમામે પક્ષની થતી જાહેરાત સુધી રાહ જોવી રહી.

મહેસાણામાં દિવસભર લોકોમાં તે જાણવાની ભારે ઉત્સુકતા હતી કે ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને જાહેર કરે છે અને દિવસભર તરહ તરહની ચર્ચાઓ ચાલી હતી અને દર કલાકે લોકોમાં ઉમેદવારોના નામ ચર્ચાઓમાં બદલાતા રહ્યા હતા.

અપેક્ષિત હતું કે કમસેકમ ભાજપ અમિત શાહ શુક્રવારે ગાંધીનગર આવે તે પહેલાં બાકી ઉમેદવારોના નામની જાહેરાત કરશે પરંતુ મોડી સાંજ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. તો કોંગ્રેસ તરફથી પણ હવે કોકડું ગુંચવાતા હવે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાથી દરેક સીટ ઉપર 700 કાર્યકરોનો મત જાણી ઉમેદવાર જાહેર નક્કી કરવામાં આવશે જેથી હાલ પુરતી કોંગ્રેસની ઉમેદવારની જાહેરાત પણ અટવાઈ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મહેસાણા લોકસભા માટે ઉમેદવારો ઘોડે ચડવા તૈયાર, પરંતુ પાર્ટીઓ માટે કોકડું ગુંચવાયું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/mehsana-loksabha-seat-bjp-and-congress-not-the-candidate-has-not-declared/
via Best Gujarati News