ટોઇંગ સ્ટેશનમાંથી ક્રેનના ડ્રાઇવરની બાઇકની ચોરી થઈ જતાં લોકોમાં રમૂજવૃત્તિ ફેલાઈ છે. ક્રેનના ડ્રાઇવરે બુધવારે સવારે ટોઇંગ સ્ટેશનમાં બાઇક મૂકી પોતાની નોકરી શરૃ કરી હતી. જો કે, રાત્રે બાઇક લેવા ગયા ત્યારે ધ્યાને આવ્યું કે, બાઇકની ચોરી થઈ ગઈ છે. રાણીપ પોલીસે આ અંગે ગુરુવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બહેરામપુરાના પરીક્ષિતલાલનગરમાં રહેતાં વસીમખાન શાહજમાન પઠાણ (ઉં,24) સુભાષબ્રિજ પાસે ટ્રાફિક એલ ડિવિઝન પોલીસસ્ટેશન વિસ્તારમાં રોડ પર અડચણરૃપ વાહનો ટોઇંગ કરવાની ક્રેનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગત બુધવારે સવારે વસીમખાન તેના સંબંધીનું બાઈક લઈને ફરજ પર હાજર થયો હતો.

બાઇક વસીમખાને એલ ડિવિઝન પોલીસસ્ટેશન પાસે આવેલા એચડીએફસી બેન્ક પાસે ટોઇંગ સ્ટેશનમાં બાઇક પાર્ક કર્યું હતું. તે પછી વસીમખાને તેની નોકરી શરૃ કરી હતી. રાત્રે પરત તે બાઇક લેવા માટે ગયો ત્યારે બાઇક જોવા મળ્યું ન હતું. સ્ટિયરિંગ લોક માર્યું હોવા છતાં બાઇકની ચોરી થઈ જતાં આસપાસમાં તપાસ કરી હતી. બાઇક ના મળી આવતાં આખરે રાણીપ પોલીસસ્ટેશનમાં ગુરુવારે સાંજે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૃ.12 હજારની કિંમતના બાઇકની ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ટોઇંગ સ્ટેશનમાંથી ક્રેનના ડ્રાઇવરની જ બાઇકની ચોરી!, લોકોમાં રમૂજવૃત્તિ ફેલાઈ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/stealing-a-bike-from-a-crane-driver-from-the-towing-station/
via Best Gujarati News