જામનગરના ખેડૂતોએ લોકસભાની ચુંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
જામનગર સહીત ગુજરાતના ઘણા ગામો અપૂરતા વરસાદને કારણે સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ત્યારે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે પરંતુ અછતગ્રસ્ત તાલુકાને જે-જે સહાય મળવી જોઈએ તેવી કોઈપણ સહાય સરકાર દ્વારા આપવામાં આવી નથી. અને લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. જેથી નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. અને સરકારને રજૂઆત કરી હતી.
ત્યારે આજે ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં લાલપુરમાં રેલી કાઢી હતી. બળદગાડામાં બેસીને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો છે. ખેડુતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ખેડુતોની માંગ છે કે વરસાદ ઓછો થયો છે, ત્યારે આ વિસ્તારના ખેડુતોને વધુ પાકવીમો 100% મળે તેવી માંગ કરી છે.
જો આ માટે કોઈ પગલા નહી લેવાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો મતદાનનો બહીષ્કાર કરી ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે તેમને લાલપુરના પ્રાંત અધિકારીને આ બાબતે આવેદન પાત્ર પાઠવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભણગોર ગામના લોકો જોડાયા હતા. ત્યારે જામનગરમાં બે દિવસ પહેલા આવેલા ચૂંટણી પ્રચારમાં રાજ્યના કૃષિ મંત્રીએ જામનગર અને રાજ્યમાં કોઈ વખત મંજુરના થયો તેટલો પાક વીમો સરકારે ખેડૂતોને આપ્યો છે. તેવું તેમને મીડિયા સમક્ષ ચર્ચા કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર પાક વીમો આપી ખેડૂતોને રાજી કર્યા છે કે શું? તે તો હવે આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામ માં જ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જામનગરના ખેડૂતોએ લોકસભાની ચુંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/jamnagar-farmers-boycott-voting-in-lok-sabha-elections/
via Best Gujarati News

0 Comments