છેલ્લા ઘણા સમયથી પાટીદાર નેતા હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા ઉપર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે નોંધ્યુ હતુ કે, સેશન્સ કોર્ટે ગેરકાયદે અને અમાન્ય પુરાવાઓના આધારે ર્હાિદકને સજા કરી હોય તેવી દલીલ હાલના તબક્કે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અને કોગ્રેસના સભ્ય હાર્દિક પટેલે હાઈકોર્ટમાં રિટ અરજી કરીને એવી રજુઆત કરી હતી કે, લોકસભાની આગામી ચૂંટણી લડવા માંગે છે.પરંતુ વિસનગર તોડફોડ અને હિંસા કેસમાં સેશન્સ કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફરમાવી છે. હાઈકોર્ટે તેની સજા ઉપર તો સ્ટે આયો છે. પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ અંગે હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ-8ની કેટલીક જોગવાઈઓ પ્રમાણે બે વર્ષની સજા સાથે દોષિત સાબીત થયા હોય તો તે ચૂંટણી લડવા માટે ગેરલાયક છે. જો કોર્ટ તેની સજા અને દોષિત ઠેરવતા ચુકાદા બન્ને ઉપર સ્ટે મુકે તો જ તે વ્યકિત ચૂંટણી લડવા લાયક ઠરે છે. તેથી હાર્દિક ને દોષિત ઠેરવતા વિસનગર સેશન્સ કોર્ટના આદેશ ઉપર પણ સ્ટે મુકવો જોઈએ.

હાર્દિક  તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ટ્રાયલ દરમ્યાન તેના વિરુધ્ધ ચાલેલા પ્રોસિકયુશનમાં સરકારે વિસનગર રેલાની ફોટોગ્રાફ અને વર્તમાનપત્રોના સમાચાર પુરાવા તરીકે રજૂ કર્યા હતા. પ્રોસિકયુશનમાં કાયદાકીય પુરાવાઓની જગ્યાએ ગેરકાયદે અને અમાન્ય પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને તે પુરાવાઓના આધારે તેને સજા અપાઈ છે. સરકારની રજૂઆત હતી કે, હાર્દિક વિરુધ્ધ 17થી વધુ ફોજદારી કેસો વિવિધ કોર્ટોમાં ચાલી રહ્યા છે અને તે પૈકી મોટાભાગના કેસો ચાર્જશીટના તબક્કામાં છે. કોર્ટ તરફથી તેને મળેલી જામીન અને સજા પરના સ્ટેમાં અમુક શરતો મુકવામાં આવી હતી.

પરંતુ કોર્ટ તરફથી મળેલી સ્વતંત્રતાનો તે વારંવાર ભંગ કરતો રહે છે. આ પ્રકારનો ગુનાઈત ઇતિહાસ ધરાવતી વ્યકિતને સાંસદ બનવાની છૂટ ન મળવી જોઈએ. ત્યારબાદ જસ્ટીસ એ.જી. ઉરેજીએ હાર્દિક ની અરજી ફગાવતા નોંધ્યુ છે કે, સેશન્સ કોર્ટે હાર્દિક ને ગેરકાયદે અને અમાન્ય પુરાવાઓ વગર સજા આપી હોય તેવું હાલના તબક્કે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. હાર્દિક વિસનગર કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે અને તેની સુનાવણી હાલી ચાલી રહી છે. તેથી અપીલ દરમ્યાન નક્કી થશે તે તેને જે પુરાવાઓના આધારે સજા કરાઈ તે ગેરકાયદે અને અમાન્ય હતી કે નહીં.

હાર્દિક હાઈકોર્ટના નિર્ણયને સપ્રીમ કોર્ટમાં પડકારશે

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી હાર્દિક પટેલ તરફથી કરવામાં આવી છે. સોમવારે હાર્દિક પટેલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણી માટે માગણી કરવામાં આવશે કારણ કે ગુજરાત લોકસભાની ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાની આખરી દિવસ ચોથી એપ્રિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સમાજ સાથે દગો કરનાર હાર્દિક લોકસભાની ચૂંટણી નહિં લડી શકે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/hardik-patel-can-not-contest-the-lok-sabha-election-2019/
via Best Gujarati News