અમદાવાદમાં યલો એલર્ટ, રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું
રાજ્યમાં માર્ચના અંતિમ દિવસોમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ બતાવતાં આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે શુક્રવારે અમદાવાદમાં પારો 42 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ, રાજ્યના 10 શહેરોમાં પારો 38 ડીગ્રી સુધી પહોંચી જતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીથી પરેશાન છે. આ સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ સહીત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા હતા. આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસતા હોય તેવા માહોલમાં લોકો પરેસેવે રેબઝેબ થવાની સાથે શેકાયા હતા.
બપોર પછી રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સ્વયંભૂ કરર્ફ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહીં છે. હજુ પણ એપ્રિલના આરંભે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તે જોતાં લોકોને હજુ આકરી ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે. શહેરમાં ઠેર-ઠેર ગરમીથી છૂટકારો આપતાં કોલા સેન્ટરો અને જ્યુસ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અમદાવાદમાં યલો એલર્ટ, રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/yellow-alert-in-ahmedabad-a-hot-wave-of-heat-across-the-state-overturned/
via Best Gujarati News
0 Comments