દાહોદમાં 500 કાર્યકર્તાઓએ કોંગ્રેસને રામ-રામ કહી BJPનો ખેસ ધારણ કર્યો
લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે. કોંગ્રેસ અને ભાજપા પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે. ત્યાં જ કેટલાક કાર્યકર્તાઓમાં પક્ષપલ્ટાની હોડ જામી છે. ત્યારે આજે દાહોદમાં ભાજપ વિજય સંકલ્પ સમેલન યોજાયુ હતું જેમા કોંગ્રેસનાં 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદના ચોસલા ક્રોસિંગ પર વિજય સંકલ્પ સંમેલન યોજાયુ જેમા મોટી સંખ્યામા કાર્યકર્તાઓ જોડાયા હતાં.
લોકસભાની ચુંટણીની જાહેરાત થતા જ બધા જ પક્ષો પોતાના કાર્યક્રતાઓને રિઝવવાના પ્રયાશો થતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાહોદમા વિજય સંકલ્પ સંમેલન દાહોદના ચોસાલા ક્રોસીંગ નજીક યોજયુ હતુ, જેમા વર્તમાન સાંસદ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર, ગુજરાત રાજયના મંત્રી બચૂભાઇ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહીસાગર ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ, ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર સહિત ભાજપના મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.
વર્તમાન સાંસદ જશવંત સિંહ ભાભોરે પોતાના પ્રવચન દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમજ આ વિજય સન્મેલનમા દાહોદ જિલ્લાના કોંગ્રેસના 500 કરતા પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા. જેમા સાંસદ જસવંત સિંહ ભાભોર અને બચુ ભાઇ ખાબડે ખેશ પહેરાવીને તમામ કાર્યકર્તાઓને આવકાર અપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post દાહોદમાં 500 કાર્યકર્તાઓએ કોંગ્રેસને રામ-રામ કહી BJPનો ખેસ ધારણ કર્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/500-workers-in-dahod-left-congress-and-joined-bjp/
via Best Gujarati News
0 Comments