કાર ખરીદનારને 1લી એપ્રિલથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. 1લી એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. કારણ કે, ટાટા મોટર્સ, રેનોલ્ટ ઇન્ડિયા, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા મોટર્સે પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધવા ઉપરાંત બહારના આર્થિક કારણોને કારણે મોડલોની કિંમતમાં વધારો કરવા માટે તેઓ મજબૂર છે. ટાટા મોટર્સ અને જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા જેવી મોટી કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

ટાટા મોટર્સની કારમાં રૂ. 25,000 સુધીનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સની જે કારમાં વધારો થઈ શકે છે તેમાં ટિયોગા, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર મુખ્ય છે. ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, પડતર કિંમતમાં વધારો થવાથી અને અન્ય આર્થિક પરિસ્થિતિઓના કારણે કારની કિંમતમાં વધારો કરવો પડ્યો છે.

ટાટા મોટર્સના પ્રેસિડન્ટ (પેસેન્જર વેહિકલ બિઝનેસ યૂનિટ)એ જણાવ્યું કે, માર્કેટની પરિસ્થિતિમાં ફેરફાર થયા છે, ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે અને અન્ય આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે કારની કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, ટિયોગા, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર જેવી પ્રોડક્ટમાં ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ટાટા મોટર્સ હાલ નેનોથી લઈને પ્રીમિયન એસયુવી હેક્સા સુધીની કાર વેચે છે જેની કિંમત રૂ. 2.36 લાખથી રૂ. 18.37 લાખ સુધીની છે.

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા (જેએલઆર) પણ એપ્રિલથી તેમના અમુક મોડલની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે. જેએલઆર તેમના અમુક મોડલની કિંમતમાં 4 % નો વધારો કરવાની છે. જોકે કંપની તેમના કયા મોડલમાં વધારો કરશે તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીએ કિંમતમાં વધારો કરવાનું કારણ મોંઘવારી જણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 1 એપ્રિલથી કાર ખરીદવી પડશે મોંઘી, જાણો કઇ કંપનીની વધશે કિંમત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/buy-car-will-be-expensive-from-april-1-know-which-companys-price-to-rise/
via Best Gujarati News