જો તમને જર્મન ભાષા આવડે છે અને ઊંઘવું ગમે છે, તો તમે તેનાથી રૂપિયા પણ કમાવી શકો છો. યુએસ સ્પેસ એજન્સી NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) બે મહિના સુધી પથારીમાં પડ્યા રહેનારા 24થી 55 વર્ષના તંદુરસ્ત વ્યક્તિને 19 હજાર ડોલર (લગભગ 13 લાખ રૂપિયા) આપવાની જાહેરાત કરી છે.

આ બંને સ્પેસ એજન્સીઓ માનવ શરીર પર શૂન્ય ગુરુત્વાકર્ષણની અસર શોધવા માંગે છે. આ અભ્યાસ માટે તેઓને એવા લોકોની જરૂર છે જેઓ બે મહિનામાં પથારીમાં સૂઈ શકે. આ અભ્યાસ અવકાશયાત્રીઓને અવકાશમાં સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે જર્મન એરોસ્પેસ સેન્ટર દ્વારા જર્મનીની શહેર કોલોનમાં આ અભ્યાસ માટે 12 મહિલાઓ અને 12 પુરૂષો પસંદ કરવામાં આવશે. જર્મન એરોસ્પેસ કેન્દ્રની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, અમે પૃથ્વી અને સ્પેસ પર સામાન્ય માનવ જીવન ટકાવી રાખવા માટે પ્રયાસો કરી રહી છે.

આવનારા અવકાશ મિશનમાં અવકાશયાત્રીઓને ઘણા દિવસો સુધી ચંદ્ર અને મંગળ પર રહેવું પડશે. આવી પરિસ્થિતિમાં, તેમના શરીર પર ભારહિનતાની અસરોને ઇલાજ શોધવો ખૂબ જરૂરી છે.

અભ્યાસ માટે, સહભાગીઓને છ ડિગ્રીના કોણ પર પથારી પર પડવું પડશે જેથી તેમના ખભામાંનો એક ભાગ હંમેશા ગાદલાથી જોડાયેલ હોય. વૈજ્ઞાનિકો કહે છે કે આ રીતે પથારીમાં સુવાથી હાથ અને પગ પર લોહીનો પ્રવાહ ઘટી જાય છે. અવકાશયાત્રીઓ પણ એવું જ અનુભવે છે. માટે આ પ્રકારથી અવકાશયાત્રીઓને પડનારી તરલીફનો ઉકેલ શોધી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બે મહિના સુધી પથારીમાં સુવા માટે આ કંપની આપે છે 13 લાખ રૂપિયા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/america-speak-german-get-13-lakh-rupees-to-stay-in-bed-for-2-months/
via Best Gujarati News