સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આધારની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ કલમ 139 એએના આધારે કાયમી ખાતા નંબર (પાન) ને લિંક કરવું ફરજિયાત છે. ગ્રાહકોને આવકવેરા ફાઇલ કરવા માટે પાન સાથે આધાર નંબરનું જોડાણ કરવું ફરજિયાત છે. હવે કોઈ વ્યક્તિને આવકવેરા ફાઇલ કરવા માટે જ પાન સાથે આધાર નંબર લિંક કરવો ફરજિયાત છે, પરંતુ પાનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડની જરૂર છે.

પાન અને આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. 31 માર્ચના રોજ જો તમારું પાન-આધાર લિંક નહી તો પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે ગત વર્ષે આ નિર્ણય કર્યો હતો. જોકે પહેલાં બે વાર તેની છેલ્લી તારીખ વધારવામાં આવી ચૂકી છે.

પરંતુ CBDTના અનુસાર આ વખતે લિંક નહી કરાવનારાઓને સમય આપવામાં નહી આવે. સાથે જ પાન-આધાર લિંક નહી તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરી શકશો નહી. એવામાં જરૂરી છે કે તમારા પાન-આધારને લિંક કરી લો. સાથે જ તે પણ સુનિશ્વિત કરી લો કે પાન કાર્ડમાં કોઇ ભૂલ તો નથી.

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આધાર કાર્ડ નંબર અને પાન નંબર જરૂરી થઈ ગયા છે. ઉપરાંત તમારો આધાર નંબર પાન કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. અહીં અમે તમને આધાર અને પાન કાર્ડ લિંક કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

– ઇનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર લોગનઈન કરો.

– જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો રજિસ્ટ્રેશન કરો.

– લોગનઈન કરતાં જ એક પેજ ખુલશે. ઉપર દેખાતી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઈલ સેટિંગ પર ક્લિક કરો.

– પ્રોફાઇલ સેટિંગમાં તમારું આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે. તેને સીલેક્ટ કરો.

– અહીં આપવામાં આવેલ સેક્શનમાં તારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.

– જાણકારી ભર્યા બાદ નીચે બતાવતી ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરો.

– આ રીતે થોડી જ મિનિટમાં તમારો આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઘરે બેઠા પણ લિંક કરો PAN અને Aadhaar, જાણો આ સરળ રીત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/know-how-to-link-your-pan-and-aadhaar-card-easily/
via Best Gujarati News