ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના છ સભ્યોની સમિતિ (એમપીસી) દ્વારા નાણાકીય વર્ષ 2019-20 ની બીજી દ્વિમાસિક સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે, હવે રેપો રેટ 6.0% થી ઘટીને 5.75% થઈ ગયો છે. એમપીસીના બધા છ સભ્યોએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2019 -20 માટે જીડીપી વિકાસ દર અંદાજ 7.2 ટકાથી ઘટાડીને સાત ટકા કરાયો છે. છ સભ્યોની એમપીસીની બેઠકની અધ્યક્ષતા આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કરી હતી. નવી નીતિ હેઠળ રિવર્સ રેપો રેટમાં ઘટાડો થઇ 5.50 ટકા, જ્યારે બેંક રેટ 6 ટકા પર આવ્યો છે. જોકે સીઆઆરમાં કોઈ કપાત નથી.

ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે.

આ ઘટાડાથી લોકો પર શું અસર થશે?

નવા ગ્રાહકો MCLR પ્રમાણે હોમ લોન લઈ શકે છે. તેમની પાસે એક્સટર્નલ બેંચમાર્ક વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાનો પણ વિકલ્પ છે. જોકે, આ માટે તેમણે થોડી રાહ જોવી પડશે. આ વ્યવસ્થા અંગે નિયમો આવવાના બાકી છે.જે લોકોની લોન બેસ રેટ અથવા બેંચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ સાથે જોડાયેલી છે. તેમણે પોતાની લોન MCLRમાં આધારિત વ્યવસ્થામાં ફેરવવા અંગે વિચાર કરવો જોઈએ.

કારણ કે નવી વ્યવસ્થામાં વધારે પારદર્શકતા છે. જેમાં પોલીસી રેટમાં ઘટાડાનો અસર તાત્કાલિક જોવા મળે છે. તેમજ વર્તમાન ગ્રાહકો જો MCLR સાથે જોડાયેલા છે. તો તેમનો EMI ઓછો થશે. જોકે, તેના માટે બેંક MCLRમાં ઘટાડો કરે તે જરૂરી છે. પરંતુ ગ્રાહકોને ત્યારે જ ફાયદો મળશે જ્યારે લોનની રીસેટ તારીખ આવશે. સામાન્ય રીતે બેંક છ મહિના કે પછી વર્ષ સુધી MCLRનો દર જાળવી રાખવાની શરત સાથે લોન આપતી હોય છે. એટલે કે રીસેટ તારીખે જે વ્યાજદર લાગૂ હશે તે પ્રમાણે ગ્રાહકોને ફાયદો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી સરકાર તરફથી મધ્યમવર્ગ માટે આવ્યા ખુશીના સમાચાર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/rbi-decrease-repo-rate-home-loan-will-be-cheap/
via Best Gujarati News

0 Comments