5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આ વિશેષ દિવસની અમદાવાદમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉજવણી કરી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે વિશેષ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં સીએમ વિજય રૂપાણી સહિત ગૃહમંત્રી સાથે અમદાવાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા.

સાબરમતી સ્વચ્છ અભિયાન અંગે વાત કરતાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, સાબરમતી નદીને સ્વસ્છ કરવાના અભિયાનમાં 20 હજારથી પણ વધારે લોકો ભાગ લેશે. આજે દધિચિ બ્રિજથી સુભાષબ્રિજ વચ્ચે નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. જેમાં સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલબેન પટેલ અને ધારાસભ્યો જોડાશે.15મી જૂન સુધી સાબરમતી નદીને સંપૂર્ણ સ્વચ્છ કરી દેવામાં આવશે. તો નદીમાં નખાતું ગંદુ પાણી પણ બંધ કરી દેવાયું છે.

તો અભિયાનનો પ્રારંભ કરાવતાં સીએમ વિજય રૂપાણીએ પોતે સાબરમતી નદીમાં ઉતરીને કચરો સાફ કર્યો હતો. સફાઈ અભિયાનની સાથે નદીના પટમાં અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. શહેરમાં 10 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવશે. સીએમના હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ કરાવવામાં આવશે. આ માટે વિશેષ મિશન મિલિયન ટ્રીઝ નામનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીએ 50 ઈ-રિક્ષાને લીલીઝંડી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિશ્વ પર્યાવરણ દિવસે સીએમ રૂપાણીએ શરૂ કર્યું સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/cm-vijay-rupani-to-inaugurate-sabarmati-clean-up-campaign/
via Best Gujarati News