પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે લાંબા સમયથી લડાઇ ચાલી રહી છે. ઇદના અવસર પર લઘુમતીઓને મુબારકબાદ પાઠવતા મમતા બેનર્જીએ ફરીથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાંધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે ડરવાની જરૂર નથી અને જે પણ અમારી સામે ટકરાશે, તેના ભૂકેભૂકા કરી નાંખીશું.

મમતા બેનર્જીએ લઘુમતી સમુદાયના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે આટલા દિવસ સુધી, તમે લોકો એ એક મહિના સુધી રમઝાન કર્યો, રોઝા કર્યા. આટલી તકલીફની સાથે અલ્લાહને યાદ કર્યા. આકાશ પણ તમારી સાથે છે. તમે ડરો નહીં, તમે વિખરાશો નહીં, તમે આગળ વધો. તમે પણ વ્યક્તિના ઇંસાનિયત માટે કામ કરો.

મમતા બેનર્જીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી, ઇદ ઉલ ફિતરના અવસર પર તમને બધાને હાર્દિક શુભકામનાઓ. ધર્મ ખાનગી વિશ્વાસનો વિષય હોઇ શકે છે પરંતુ તહેવાર તમામનો છે. આવો આ એકતાની ભાવનાને બનાવી રાખવા અને શાતિ અને સદ્ભાવની સાથે રહીએ.

આપને જણાવી દઇએ કે મમતા બેનર્જી અને ભાજપની વચ્ચે બંગાળમાં જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. થોડાંક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો, તેમાં મમતા શ્રીરામના નારા લગાવનારને ખખડાવતા દેખાય છે. ત્યારબાદ ભાજપે નિર્ણય કર્યો કે પાર્ટીની તરફથી મમતા બેનર્જીને દસ લાખ જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલીશું.

BJPના બે નારા – જય શ્રીરામ અને જય મહાકાળી
બીજીબાજુ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય એ રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અમારા નારા જય શ્રી રામ અને જય મહાકાળી હશે. બંગાળ મહાકાળીની ધરતી છે. અમને મા કાળીના આશીર્વાદ જોઇએ. ભાજપે રાજ્ય માટે પોતાના નારાની યાદીમાં જય મહાકાળી એવા સમયમાં સામેલ કર્યું છે જ્યારે ટીએમસી એ ભાજપ પર બહારના લોકોની પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો જે બંગાળની સંસ્કૃતિને સમજતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇદ પર મમતા દીદી અકળાયા, કહ્યું- અમારી સામે જે ટકરાશે તેના ભૂકેભૂકા થઇ જશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/west-bengal-chief-mamata-banerjee-on-eid-nothing-to-worry-about/
via Best Gujarati News