જ્યારે સુષ્મિતાએ દિકરીને કહ્યું ‘તને દતક લીધેેલી’, રેને અંદરથી હચમચી ગઈ!
સુષ્મિતા સેન તેની દિકરીઓ સાથે સારી રીતે જોડાયેલી રહે છે. તેમની વચ્ચે થતી ખાસ વાતો પણ તે ઘણી વાર શેર કરતી હોય છે. સુષ્મિતાની બે દિકરીઓ છે. રેને અને અલીષા. આ બંન્નેને સુષ્મિતાએ દતક લીધેલી છે. રેનેને 2000ની સાલમાં અને 2010માં અલીષાને દતક લીધી હતી. હવે સુષ્મિતાએ એ વાતનો ખુલાસો કર્યો કે જ્યારે રેનેને એ ખબર પડી કે તે દતક લીધેલી છે તો કેવું રિએક્શન આપ્યું હતું.
સુષ્મિતાએ કહ્યું કે, મે આ વાત એને એક રમતનાં માધ્યમથી જણાવી. અમે બંન્ને એક બીજાની વિરુદ્ધ રમી રહ્યાં હતા. ત્યારે મે કહ્યું અડોપડેટ કે બાયોલોજિકલ. તો આ વાત પર રેનેએ કહ્યું કે, મને દતક લીધી છે? સુષ્મિતાએ કહ્યું હા. કારણ કે બાયોલોજિકલ બોરિંગ છે. તુ સ્પેશિયલ છે, તું દિલથી પેદા થયેલ છે. ત્યારબાદ તે બધાને જણાવતી હતી કે, તમે બાયોલોજિકલ છો? તો તમે બોરિંગ છે. સુષ્મિતાએ કહ્યું કે, મને આનંદ છે કે આ જાદુ બંન્ને વખતે કામ કરી ગયો.
સુષ્મિતાએ એ વાત પણ જણાવી કે, પોતાની એવી ઈચ્છા હતી કે 18 વર્ષની થાય પછી બંન્ને દિકરીઓ પોતાનાં સાચા માતા-પિતાની તપાસ કરે. જ્યારે રેને 16 વર્ષની હતી ત્યારે મે એને સમજાવી હતી કે તે કોર્ટમાં જઈ શકે છે અને પોતાના માતા-પિતાની તપાસ કરી શકે છે.
જ્યારે સુષ્મિતાએ રેનેને તપાસનું કહ્યુ ત્યારે રેનેએ કહ્યું કે, તમે ઈચ્છો છો કે હું તપાસ કરાવું? સુષ્મિતાએ કહ્યું કે, હું એમ નથી કહેતી કે તપાસ કરો પરંતુ તને ખબર હોવી એ તારો અધિકાર છે. થોડી વાર વિચાર કર્યા બાદ રેનેએ કહ્યું કે, નાં હું નથી જાણવા માંગતી કે મારા સાચા માતા-પિતા કોણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જ્યારે સુષ્મિતાએ દિકરીને કહ્યું ‘તને દતક લીધેેલી’, રેને અંદરથી હચમચી ગઈ! appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/sushmita-sen-daughter-renee-reacted-when-she-learnt-she-was-adopted/
via Best Gujarati News
0 Comments