ભારત આ વર્ષે બ્રિટનને પછાડીને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનશે. આઇએચએસ માર્કેટની સોમવારે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત 2025 સુધીમાં જાપાનને પાછળ રાખી એશિયા પ્રશાંતમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે.

2019 થી 2023 સુધી 7% નો વૃદ્ધિ દર હશે: અહેવાલ
લોકસભાની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિજય પર રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે મોદીની સરકારના બીજા કાર્યકાળ માટે આર્થિક દૃશ્ય (આર્થિક આઉટલુક) હકારાત્મક છે. 2019-23 દરમિયાન જીડીપીનો સરેરાશ વૃદ્ધિ દર આશરે 7 ટકા હોવાનો અંદાજ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે અને દેશની જીડીપીનો આકાર 3,000 અબજ ડોલરની પાર નીકળી જશે. ભારત આ રીતે બ્રિટનને પાછળ છોડી દેશે. આ રીતે 2025 સુધીમાં ભારતના જીડીપીનો આકાર જાપાનથી વધુ થઈ જશે. એવામાં ભારત એશિયા પ્રશાંતની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓની રેન્કિંગમાં ભારત સતત આગળ વધશે. વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ભારતનું યોગદાન પણ વધશે. ભારત એશિયા પ્રશાંતની આર્થિક વૃદ્ધિનું એક મુખ્ય એન્જિન હશે. એશિયન ક્ષેત્રીય વેપાર અને રોકાણના પ્રવાહમાં ભારતનું મુખ્‍ય યોગદાન હશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલ 18 ટકા છે જ્યારે લક્ષ્ય 25 ટકાનું છે. આગામી બે દશક દરમિયાન ભારત શ્રમ બળમાં દર વર્ષે સરેરાશ 75 લાખ લોકોને જોડશે. IHSએ કહ્યું કે તેનાથી મોદી સરકાર પર ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં રોજગાર સર્જન માટે દબાણ રહેશે. પણ ભારત આ વર્ષે બ્રિટનને પછાડીને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 2019માં જ બ્રિટનને પછાડી ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે, જાણો કેવી રીતે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/india-to-become-5th-larges-economy-globally-this-year/
via Best Gujarati News