આઇફોન અને આઇપેડ માટે એપલની નેક્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેના વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (ડબ્લ્યુડબ્લ્યુડીસી 2019) માં આ જાહેરાત કરી છે. વિશિષ્ટ બાબત એ છે કે કંપનીએ તેના આઈપેડ માટે અલગ ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે, જેનું નામ આઈપેડઓએસ છે. આ જાહેરાત દરમિયાન એવું કહેવામાં આવ્યું છે કે આઇપેડ (iPad) પર આઇઓએસ 13 ની તમામ સુવિધાઓ સાથે આઈપેડઓએસ (iPad) ની વિશેષ સુવિધાઓ પણ હશે.

નવા આઇઓએસ 13 નું અપડેટ આઇફોન 6 એસ અને તેના પછીના ડિવાઇસ માટે ઉપલબ્ધ રહેશે. આનો અર્થ એ છે કે આ અપડેટ આઇફોન 6 અને તેથી વધુ જુના આઇફોન પર ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત આઇપેડઓએસ (iPad) એ આઇપેડ એર 2 અને તેનાથી ઉપરના, આઇપેડ પ્રો મોડેલ્સ, આઈપેડ 5 મી જનરેશન અને આઇપેડ મીની 4 તથા તેના પછીના આઇપેડ પર અપડેટ કરવામાં આવશે.

એપલે દાવો કર્યો છે કે 85 ટકા આઇઓએસ વપરાશકર્તાઓ ઓપરેટિંગ સિસ્ટમના નવીનતમ સંસ્કરણ પર છે. એપલના સીઈઓ ટિમ કૂકનો દાવો છે કે નવી આઇઓએસ 13 એપ્લિકેશન્સ કદમાં નાની અને ઝડપી હશે. આ બધાની સાથે આખરે ડાર્ક મોડને પણ લોંચ કરવામાં આવ્યો હતો. આઇઓએસ 13 સાથે આઇફોન અને આઈપેડમાં ડાર્ક મોડ પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Appleએ આ નવા ફિચર્સની કરી જાહેરાત, વધુ સિક્યોરિટી સાથે મળશે ઘણું બધુ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/apple-announces-ios-13-for-your-iphones-brings-in-dark-mode-better-security-and-more/
via Best Gujarati News