સિંહોની જીવનશૈલીમાં ખલેલઃ44 ડિગ્રી તાપમાં વનરાજા પ્રણયક્રિડામાં મસ્ત
-
ખાંભાઃ જંગલના રાજા સિંહોને પણ ગ્લોબલ વોર્મિગની અસર વર્તાય રહી છે. ૪૪ ડિગ્રી તાપમાં વનરાજા પ્રણયક્રિડામાં મસ્ત બની ગયા હતા. કુંડલા નજીક ડૂંગરમાં અને ધારીના આંબરડીમાં સિંહ અને સિંહણ મેટીંગ કરતા જોવા મળ્યા હતા.
સાવરકુંડલાના ખોડીયાણા નજીકના ડૂંગરો પર ભર બપોરે એક સિંહ બેલડી ૪૪ ડિગ્રી આકરા તાપમા પ્રણયક્રિડામાં મસ્ત બની ગયું હતુ. સિંહોની જીવનશૈલી પર ઋતુચ્રક્રનો ફેરફાર જોવા મળી રહ્યો છે. સિંહ બેલડી તાપને નજર અંદાજ કરી મેટીંગ પિરીયડમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોએ સિંહની પ્રણયક્રિડામાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ તુરત ડૂંગર તરફ રવાના થઈ હતી.
આ ઉપરાંત ધારીના આંબરડીમાં શિવ નામનો સિંહ અને સેલજ નામની સિંહણ મેટીંગ કરતા જોવા મળ્યા હતા. પ્રણયક્રિડા જોઈને પ્રવાસીઓ પણ ચકિત થઈ ગયા હતા.
સિંહો ભરઉનાળે કયારેય મેટીંગ કરતા નથી પરંતુ હવે ઋતુચક્રમાં થતા ફેરફરોની સીધી અસર સિંહો પર પણ પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સિંહોની જીવનશૈલીમાં ખલેલઃ44 ડિગ્રી તાપમાં વનરાજા પ્રણયક્રિડામાં મસ્ત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/lion-mating-in-44-degree-temperature-in-gir-gujarat/
via Best Gujarati News
0 Comments