ભારતીય વાયુસેનાનું વિમાન એન32 અસમના એરબેસથી ઉડાન ભર્યા બાદ ગુમ થઇ ગયું છે. વાયુસેનાના પરિવહન વિમાન એનટોનોવ એન32 સાથે છેલ્લો સંપર્ક સોમવારે બપોરે અંદાજે 1 વાગ્યે થયો હતો. ત્યારબાદથી વિમાન સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક થયો નથી. વિમાનમાં કુલ 13 લોકો સવાર હતા. તેમાં 8 ક્રૂ મેમ્બર અને 5 બીજા લોકો સામેલ છે. ભારતીય વાયુસેના એ વિમાનની ભાળ મેળવવા માટે શકય તમામ પ્રયાસો કર્યા છે. તેમાં સી-130જે, સી130 હરક્યૂલિસ, સુખોઇ સૂ-30 ફાઇટર જેટ તેની શોધ માટે લગાવી દીધા છે.

આ સિવાય મેદાનમાં તૈનાત સૈનિક પણ વિમાનની ભાળ મેળવવામાં લાગી ગયા છે. ભારતીય વાયુસેના એ કહ્યું કે કેટલાંક રિપોર્ટ્સથી સંભંવિત દુર્ઘટના સ્થળને જોયાની માહિતી મળી છે.

IAF ગુમ વિમાનની ભાળ મેળવવા માટે ભારતીય સેના, વિભિન્ન સરકારી અને સિવિલ એજન્સીઓની સાથે સમન્વય કરી રહ્યાં છે. ભારતીય સેનાના હવાઇ અને જમીની દળો દ્વારા રાતથી જ સર્ચ ઓપરેશન ચાલુ છે.

અંટોનોવ એન-32 એ અસમના જોરહાટથી ઉડાન ભરી હતી અને તે અરૂણાચલ પ્રદેશના મેચુકા ઘાટીમાં આવેલા મેચુકા એડવાન્સડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઇ રહ્યું હતું. વિમાને ઉડાન ભર્યાની લગભગ 35 મિનિટ બાદ સંપર્ક તૂટી ગયો. મેચુકા એડવાન્સડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીન સરહદની પાસે આવેલ છે.

આની પહેલાં જુલાઇ 2016મા ભારતીય વાયુસેનાનું એન32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બંગાળની ખાડીની ઉપરથી ગુમ થઇ ગયું હતું. આ વિમાનમાં 29 લોકો સવાર હતા. વિમાને ચેન્નાઇમાં એક એરબેઝથી ઉડાન ભરી હતી અને અંદમાન અને નિકોબાર દ્વીપ ગ્રૂપ માટે રવાના થયું હતું.

ચેન્નાઇના તાંબરમ વાયુસેના સ્ટેશનથી એએન-32ના ઉડાન ભર્યાના લગભગ એક કલાક બાદ વિમાનથી રડારનો સંપર્ક તૂટી ગયો. સંપર્ક તૂટ્યા બાદ વિમાનની ભાળ મેળવવા માટે ભારતીય વાયુસેનાએ ઓપરેશન લોન્ચ કર્યું જે બાદમાં સમુદ્રમાં ગુમ વિમાન માટે ભારતનું સૌથી મોટું સર્ચ અભિયાન બની ગયું. વિમાનની કોઇ ભાળ મળી નહીં. સપ્ટેમ્બર 2016ના રોજ આ અભિયાનને બંધ કરી દેવાયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 20 કલાક બાદ પણ AN-32 વિમાનના કોઇ સુરાગ નથી, સર્ચ ઓપરેશનમાં સુખોઇ જેવા પ્લેન તૈનાત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/iaf-an-32-search-ops-continue-for-missing-iaf-aircraft/
via Best Gujarati News