1563 દિવસ બાદ વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજર
સાઉથમ્પટનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો જ્યારે આજે બુધવારના રોજ વર્લ્ડ કપ માટે મેદાનમાં ઉતરશે તો ભારતીય ટીમમાં ઘણું બધું બદલાયેલું હશે અને તમામની નજર ક્રિકેટના મહાકુંભમાં પહેલી વખત કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલી પર હશે કારણ કે કેટલાંય રેકોર્ડ તેની રાહ જોઇ રહ્યા છે.
1,563 દિવસ બાદ વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો જ્યારે ફરીથી સામ-સામે હશે તો કેપ્ટન તરીકે વિરાટ કોહલીની નજર પહેલી મેચમાં જીત પ્રાપ્ત કરવાની હશે. કોહલી જો આ મેચ જીતે છે તો તે વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે જીતથી પોતાનો આગાઝ કરશે, સાથો સાથ કેપ્ટન તરીકે તેની 50મી જીત હશે.
કોહલીથી આગળ પ્લેસિસ
કોહલી અત્યાર સુધી 68 વનડે મેચોમાં કેપ્ટનશીપ કરી ચૂકયો છે જેમાં તેણે ભારતીય ટીમને 49 મેચોમાં જીત અપાવી. જ્યારે 17માં હાર મળી. એક મેચ ટાઇ રહી અને એક મેચનું પરિણામ આવ્યું નથી. કેપ્ટન તરીકેની સફળતા સરેરાશ 73.88 ટકા છે. દિલચસ્પ વાત એ છે કે વર્લ્ડ કપમાં 10 ટીમોમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફેફ ડુ પ્લેસિસ જ કેપ્ટન તરીકે કોહલીથી આગળ છે. કેપ્ટન ફૈફ ડુ પ્લેસિસની હાર-જીતની સરેરાશ 78.12 ટકા છે.
ફૈફ ડુ પ્લેસિસે અત્યાર સુધી 32 વનડે મેચોમાં કેપ્ટનશીપ કરતાં 25મા ટીમને જીત અપાવી છે જ્યારે અંદાજે 7 મેચોમાં હાર મળી છે. જો કે તેમની કેપ્ટનશીપમાં આફ્રિકન ટીમની વર્લ્ડ કપમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેઓ પોઇન્ટટેબલમાં સૌથી નીચે છે.
કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ માત્ર કેપ્ટનશીપમાં સફળતા મેળવી નથી પરંતુ બેટિંગથી પણ પોતાનો જલવો દેખાડ્યો છે. 2015ના વર્લ્ડ કપ બાદથી વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીએ જોરદાર રન (4036) બનાવ્યા છે અને તે આ દરમ્યાન સૌથી વધુ રન બનાવનાર બેટસમેન પણ છે. છેલ્લાં ચાર વર્ષ એટલે કે 223 સપ્તાહમાં તેમની બેટિંગથી 19 સદીનો પણ રેકોર્ડ બનાવ્યો છે જે બેમિસાલ છે અને કોઇપણ બેટસમેન આ મામલામાં તેમની નજીક નથી.
હવે વાત કરીએ 2012 બાદથી ભારતીય ટીમના પ્રદર્શન પર, જ્યાં આંતરરાષ્ટ્રી ક્રિકેટ પરિષદ (આઇસીસી) ટુર્નામેન્ટસમાં તેમણે દક્ષિણ આફ્રિકાને સતત માત આપી દીધી છે. છેલ્લાં સાત વર્ષમાં ભારતે આફ્રિકન ટીમને 2012 અને 2014ને ટી-20 વર્લ્ડ કપ, 2013 અને 2017ને ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015ના વર્લ્ડ કપમાં ધૂળ ચટાડી દીધી છે. પાછલા વર્લ્ડ કપમાં પણ ભારતે દક્ષિણ આફ્રિકાને 130 રનથી હરાવ્યા હતા.
ભારતનો રેકોર્ડ ખરાબ
જો કે વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે મુકાબલામાં આફ્રિકન ટીમનો દબદબો રહ્યો છે. 1992થી લઇ બંને ટીમોની વચ્ચે અત્યાર સુધીમાં 4 વખત ટકરાઇ છે જમાં ટીમ ઇન્ડિયાએ અંદાજે 1 વખત જીત મેળવી છે જ્યારે 3માં હાર મળી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 4 વખત સેમીફાઇનલ રમ્યા અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે 1529 દિવસ બાદ ભારતીય ટીમ જ્યારે પોતાના ત્રીજા ખિતાબ માટે મેદાનમાં ઉતરવાની છે તો તેનો જોશ કેવો રહે છ. સથો સાથ કેટલાંક સમયથી ખામોશ વિરાટ કોહલીના બેટિંગનો જલવો કેવો દેખાય છે, ટીમના બાકી ખેલાડી કેવું પ્રદર્શન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 1563 દિવસ બાદ વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો, કોહલીના રેકોર્ડ પર તમામની નજર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-india-vs-south-africa-cricket-match-southampton-virat-kohli/
via Best Gujarati News
0 Comments