ગુરૂગ્રામની એક મહિલાએ બધાને ડરાવનારુ કામ કર્યું. મહિલા બિલ્ડીંગની છત પર ચઢીને જોરદાર બબાલ કરવા લાગી. કર્યું એવું કે મહિલા એક છત પર એક ખુણે ઉભી રહી અને નીચે કુદકો મારવાની ધમકી આપવા લાગી. પરંતુ તેનું આ નાટક પોલીસ આવ્યા બાદ બંધ થઈ ગયું હતું.

આ મહિલા ગુરૂગ્રામનાં સેક્ટર-18માં એક કન્સલટેન્સી કંપનીમાં કામ કરે છે. તેને નોકરી પરથી કાઢી મુકવામાં આવી હતી. આ વાતથી તેનો મગજ કામ કરતો બંધ થઈ ગયો હતો માટે આ રીતે ન કરવાનું કામ કરવા લાગી.

કંપનીને પાઠ ભણાવવા માટે તે બિલ્ડીંગની છત પર ચઢી ગઈ અને નીચે કુદકો મારવાની ધમકી આપવા લાગી. ત્યારબાદ જ્યારે મહિલાનાં કર્મચારીઓને આ વાતની ભણક લાગી તો ત્યાં પહોંચ્યા. કેટલીય વાર મનાવી છતાં મહિલા એકમાંથી બે ન થઈ. જેવી જ પોલીસ દેખાઈ કે મહિલા વધારે રાડો પાડવા લાગી અને નીચે કુદવાની ધમકીઓ આપવા લાગી.

મામલો વધારે બગડતા કંપનીએ પાક્કા દાવા સાથે કહ્યું કે, અમે તમને વાદો કરીએ છીએ કે નોકરી પરથી નહીં કાઢીએ. જેવા આ શબ્દો સાંભળ્યા કે તરત જ મહિલા છત પરથી નીચે ઉતરી ગઈ અને નીચે ઉભેલા તેમજ કંપનીના દરેક અધિકારીઓને શાંતિ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post … અને મહિલાએ કરી ફિલ્મ શોલે વાળી ને થઈ ગયો ગજબનો ચમત્કાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/ajab-gajab-women-climbs-building-on-gurugram-sector-18/
via Best Gujarati News