નર્મદાને જીવંત રાખવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, મનસુખ વસાવાએ કરી હતી બેઠક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવારથી નર્મદા નદીમાં 1500 ક્યૂસેક પાણી છોડવાનો રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે. ગોડબોલે ગેટમાંથી આજથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
સરદાર સરોવર ડેમમાંથી સરકારે પાણી છોડવાના નિર્ણયથી ભરૂચ, નર્મદા, વડોદરા અને નર્મદા કાંઠા વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલાશે. છેલ્લા ઘણા સમયથી નર્મદા નદીમાં પાણી છોડવા માટે લોકો માંગણી કરી રહ્યા હતા. જેના કારણે મનસુખ વસાવાએ આ અંગે CM રૂપાણીને રજૂઆત કરી હતી.
આખરે નર્મદાને જીવંત રાખવા માટે રાજ્ય સરકારે નર્મદા નદીમાં 1500 ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ગોડબોલે ગેટમાંથી આજથી 1500 ક્યુસેક પાણી છોડાશે. ત્યાર બાદ ભરતી સમયે પાણી છોડાશે. નર્મદા નદીના પાણી ઓછું હોવાના કારણે ભરૂચની અંદર ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતુ. નર્મદા નદીમાં પાણી છોડવા માટે ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા હતા કે નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે.
હાલમાં નર્મદા ડેમમાં 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે. પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત કરી હતી અને તેઓની સાથે કેટલાક પાણીના જાણકારો પણ હતા. અને આ સંદર્ભે વાતચીત થઇ હતી.
ત્યારબાદ આખરે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આજથી પાણી છોડવાનું શરૂઆત કરી દેવામાં આવી છે. જેના કારણે ભરૂચ ,નર્મદા,વડોદરા નર્મદા કાંઠા વિસ્તારની નર્મદાના પાણીની સમસ્યા ઉકેલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નર્મદાને જીવંત રાખવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, મનસુખ વસાવાએ કરી હતી બેઠક appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-government-to-release-water-from-sardar-sarovar-dam-to-narmada-river/
via Best Gujarati News
0 Comments