રાજકોટ પશુપાલકો માટે આનંદો! 4થી વખત દૂધના ભાવમાં વધારો, જાણો હાલનો ભાવ
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મળેલી બેઠકમાં રાજકોટ ડેરી દ્વારા ખરીદ કરવામાં આવતા દૂધમાં દૂધ ઉત્પાદકોને આકર્ષક વળતર મળી રહે એ માટે આગામી તારીખ 1 જુનથી પ્રતિ કિલો ફેટમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. અને અને પ્રતિ કીલો ફેટના રૂપિયા 650 ચૂકવવાનુ નિયામક મંડળે નકકી કર્યુ છે.
દુધ ઉત્પાદક સંઘના અદ્યક્ષ ગોવિંદ રાણપરિયાના જણાવ્યા મુજબ દુધ ઉત્પાદકોના હિતને સતત ધ્યાનમાં રાખવામાં રાજકોટ ડેરી અગ્રેસર છે. અને આ એક જ વર્ષમાં ચોથી વાર ભાવ વધારો આપ્યો છે.
તારીખ 11 એપ્રિલે પ્રતિ કીલો ફેટના રૂપિયા 610, તારીખ 1 મેથી રૂપિયા 620, તારીખ 11 મે થી રૂપિયા 630 ચૂકવવામાં આવે છે. અને હવે ઉપરોકત વધારા મુજબ ભાવ ચૂકવવામાં આવશે. જોકે 1 જુનથી 650 રૂપિયા પ્રતિકીલો ફેટે ચુકવવામાં આવશે. ચાલુ વર્ષે 4 વખત પ્રતિકીલો ફેટે ભાવ વધારો મળતા પશુપાલકોને રાહત આપવામાં આવી છે.
દુધના ભાવ ઉપરાંત અમુલ દાણમાં પ્રતિ ગુણીએ રૂપિયા 50 સબસીડી, મીનરલ મીકસચર પાઉડરમાં 50 ટકા સબસીડી આપવાનો નિર્ણય કરી છેલ્લા બે માસમાં આશરે 30 થી 35 લાખની રકમ સબસીડી તરીકે ચુકવી દુધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદરૂપ બનેલ છે. રાજકોટ ડેરી એની પ્રોડકટમાં ઉમેરો કરી ગોપાલ મેંગો લસ્સી, ગોપાલ રોઝ લસ્સી ગોપાલ મેંગો દહી લોન્ચ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજકોટ પશુપાલકો માટે આનંદો! 4થી વખત દૂધના ભાવમાં વધારો, જાણો હાલનો ભાવ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-enjoy-for-ranchers-increase-in-milk-price-of-4-times-know-current-price/
via Best Gujarati News
0 Comments