બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાન હાલ તેની ફિલ્મ ‘ભારત’ને લઈ ચર્ચામાં છે. જે ઈદના રોજ એટલે કે 5મી જૂને રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની કાસ્ટને લઈ ઘણી ખબરો સામે આવી છે. જ્યારે હવે સલમાને આ વિશે ખુજ ખુલાસો કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને કહ્યું કે પ્રિયંકા ચોપરા પહેલા આ ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. પરંતુ પછી પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઇન્કાર કર્યો હતો. જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તમને એવું લાગે છે કે પ્રિયંકા આ ફિલ્મના પાત્ર માટે યોગ્ય નહોતી? તો સલમાને કહ્યું કે,‘એવું નથી, પહેલા પ્રિયંકા આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર હતી. પહેલા અમે(સલમાન અને ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફર) કેટરીનાને લઈ વિચાર કરી રહ્યા હતા. પરંતુ અલીએ કહ્યું કે તેને એક ભારતીય મહિલાની તલાશ છે.’

રિપોર્ટ પ્રમાણે સલમાને વધુ ઉમેરતા કહ્યું કે,‘મે અલીને કહ્યું કે કેટરીના આ પાત્ર માટે યોગ્ય કેમ નથી? તેઓ છેલ્લા 20 વર્ષથી ભારતમાં રહે છે. પરંતુ અલીએ કહ્યું કે પ્રિયંકાનો ફોન આવ્યો હતો.’ સલમાને કહ્યું કે,‘ત્યાર બાદ પ્રિયંકાએ નિક સાથે લગ્ન કર્યા પરંતુ તેને ફિલ્મની શૂટિંગ શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલા જ ફિલ્મમાં કામ ન કરવાની સૂચના આપી. તેને આ વિશે વિચાર કરવો જોઈતો હતો કે આનાથી અમને ખોટું લાગી શકે છે. જોકે તેને એ જ કર્યું જે તે કરવા માંગતી હતી અને કેટરીનાને એ જ મળ્યું જેની તે હકદાર હતી.’ તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કેટરીના કૈફ, તબ્બૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર, દિશા પટની અને નોરા ફતેહી જેવા એક્ટર્સ નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સલમાન ખાને પ્રિયંકાને લઈ ફરી કરી કોમેન્ટ, કહ્યું- તેને વિચાર કરવો જોઈતો હતો… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/salman-khan-comment-on-priyanka-chopra-about-bharat-film/
via Best Gujarati News