પેરન્ટિંગ :- ડો. સ્વાતિ નાયક

વેકેશન આવે એટલે બાળકોને ફરવા જવાનું મન થાય તે સ્વાભાવિક છે. આખું વર્ષ ભણવામાં સમય ક્યાં પસાર થઇ જાય તે ખબર નથી રહેતી, જ્યારે વેકેશન આવે ત્યારે આખું વર્ષ ભણતરના ભારથી દબાયેલા બાળકો ફરવા જવાની માંગ કરે જ. કેમ કે તેમને પણ વેકેશનમાં થોડો ચેંજ જોઇતો હોય. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકો પોતાના મિત્રો જ્યાં જતા હોય ત્યાં જવાની જીદ કરે. મિત્રોની દેખાદેખી કરવા માટે પોતે પણ મોટી મોટી જગ્યાએ જવાની માંગ કરે. જ્યારે માતા-પિતા બાળકોને તેમની મનગમતી જગ્યાએ ન લઇ જાય ત્યારે બાળકો રડીને, જીદ કરીને, ગુસ્સે થઇને, રીસાઇને પોતાની વાત મનાવવાના તમામ પ્રયત્નો કરે છે. જો માતા-પિતા ગુસ્સે થઇને ધરાર ના પાડી દે તો બાળકોનો ગુસ્સો દિવસો સુધી ચાલે છે. આવું ન થાય તે માટે તેમને સમજાવવા જોઇએ.

વળી જો માતા-પિતાની હાલત સામાન્ય હોય, મતલબ કે બહુ મોંઘી જગ્યાએ જવાનું પેરેન્ટ્સ અફોર્ડ ન કરી શકતાં હોય તો તેમણે બાળકોને બેસાડીને અગાઉ જ પોતાની પરિસ્થીતી વિશે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. બાળકોને ઘરની પરિસ્થિતિ અને તેના ખર્ચાથી માહિતગાર કરવા જોઇએ જેથી કરીને બાળકોને વાત ગળે ઉતરે અને તેઓ આવી ખોટી જીદ ન કરે. ઘણીવાર એવું બનતું હોય છે કે પેરેન્ટ્સ બાળકોને પોતાની ખરી પરિસ્થિત વિશે માહિતગાર નથી કરતાં. અને પોતે ઘસાઇને બાળકોની દરેક જીદ પુરી કરતાં હોય છે. પરીણામે બાળકોને એવી ગં્રથી બંધાઇ જાય છે કે અમને કોઇ તકલીફ જ નથી. અમારી દરેક વાત અને દરેક માંગ પુરી થાય છે. તેથી પેરેન્ટ્સ કઇ કઇ તકલીફ વેઠીને આ ઇચ્છાઓ પુરી કરતાં હોય છે તે વિશે બાળકોને જાણ જ નથી હોતી. માટે પેરેન્ટ્સે પણ બાળકોને તેમની ખરી પરિસ્થિત વિશે માહિતગાર કરવા જોઇએ. જો બાળકોને સાચી હાલત વિશે માહિતગાર કરવામાં આવશે તો તેઓને સમજાશે કે કેટલી કષ્ટી વેઠીને માતા-પિતા ઘર ચલાવતાં હોય છે. જે બાળકોને પોતાના ઘરની પરિસ્થિતિ વિશે પહેલેથી જ ખબર હોય છે તે બાળકો પહેલેથી જ થોડા કરકસર કરતાં હોય છે. તેમને પહેલથી જ ઓછામાં પુરી કરવાની આદત હોય છે. માટે પેરેન્ટ્સે બાળકોને સાચી પરિસ્થિતથી માહિતગાર કરીને તેમને યોગ્ય ટેવ પાડવી જોઇએ.

રહી વાત બાળકોને વેકેશનમાં બહાર લઇ જવાની, તો વેકેશનમાં તેમને ચોક્કસ બહાર લઇ જવાં જોઇએ, પણ એ પહેલાં બાળકોને જણાવવું કે આ વખતે આપણું બજેટ આટલું છે. આ બજેટમાં જ આપણે કોઇ સારી જગ્યાએ ફરવા જઇશુ અને મજા કરીશું. બાકી બાળકોને આગામી સમય માટે તૈયાર કરવાં અને બચત કરવાનું શીખવવું. જેથી આગળ જતાં તેમને બચતનું મહત્વ પણ સમજાય. બાળકોને વેકેશનમાં ફરવા જરૂર લઇ જાવ પણ તમારા બજેટ પ્રમાણે. અને બાકીના સમયમાં ઘરમાં પણ રોજે બાળકો સાથે અવ્ ાનવી ગેમ રમો, અવનવી પ્રવૃત્તી કરો જેથી બાળકો સતત તેમાં પરોવાયેલા રહે, જેથી તેમનો સમય પસાર થાય, તેમને નવી પ્રવૃત્તી કરવાનો આનંદ પણ મળે અને બહાર જવાની ઇચ્છા પણ ન થાય.

naari@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સંતાનો, દેખાદેખી અને બજેટઃ કેમ મેળ પાડવો? appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/children-watch-and-budget-3/
via Best Gujarati News