‘તને મારી નાખવાનો છે એટલે તારા ઘરે એમ્બ્યુલન્સ મોકલી છે’ કહી સાચે 108 ઘરે મોકલી અને પછી…!!
સિધુંભવન રોડ પર નર્મદા આવાસા યોજનામાં યુવકના ઘરે કોઈ બિમાર ના હોવા છંતા પણ ૧૦૮ ઈમર્જન્સી એબ્યુલન્સ રવિવારે રાત્રે પહોંચી હતી. યુવકે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પૂછતાં તેણે મોબાઈલ નંબર આપ્યો હતો. યુવકે મોબાઈલ નંબર પર ફોન કરી ઘરે કોઈ બિમાર નથી તો કેમ એમ્બ્યુલન્સ મોકલી તેવી પુચ્છા કરી હતી. ફોન પર જવાબ મળ્યો કે, તને મારી નાંખવાનો છે એટલે તારા ઘરે એમ્બ્યુલન્સ મોકલી છે.
વસ્ત્રાપુર પ્રેસ્ટિઝ ટાવરમાં રહેતાં વિનોદભાઈ દિધાતના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (ઉં,28) સિંધુભવન રોડ પર નર્મદા આવાસ યોજના વસાહતમાં રહે છે. રવિવારે રાત્રે તેમના ઘરે એમ્બ્યુલન્સ લઈને ડ્રાઈવર નરેશકુમાર ધુડાભાઈ ચૌહાણ આવ્યા હતા.
નરેશભાઈએ વિષ્ણુભાઈને એક મોબાઈલ નંબર આપીને જણાવ્યું કે, આ નંબર પરથી ફોન આવ્યો હતો. જે નંબર પર ફોન કરતાં વિષ્ણુભાઈને તને મારી નાંખવાનો છે, તું ઈસ્કોન આવી જા, તું પકવાન આવી જા, હું તારા ઘરે આવું છું તેમ કહી અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી હતી.
તે પછી વિષ્ણુભાઈએ તેમના મિત્રના ફોનથી ફોન કરતાં નંબર બંધ આવતો હતો. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘તને મારી નાખવાનો છે એટલે તારા ઘરે એમ્બ્યુલન્સ મોકલી છે’ કહી સાચે 108 ઘરે મોકલી અને પછી…!! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-108-ambulance-causes-no-ill-unidentified-men-threaten-than-youth/
via Best Gujarati News
0 Comments