હાલ સમગ્ર દેશ લોકસભા ચૂંટણી 2019ના રંગમાં રંગાઈ ગયું છે. જ્યારે સત્તાધીશ બીજેપી અને વિપક્ષી દળ કોંગેસ સહિત દરેક રાજનૈતિક પાર્ટી પ્રચાર માટે પૂરજોશ મહેનત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી પાર્ટીના પ્રચાર માટે દેશભરમાં સતત રેલીઓ કરી રહ્યા છે. ત્યારે રવિવારે પીએમ મોદીએ જમ્મુના કઠુઆ બાદ યુપીના અલીગઢમાં ચૂંટણી રેલી કરી.

મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષી દળ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યો અને આંબેડકર જયંતી નિમિત્તે કહ્યું કે કોંગ્રેસે હંમેશા બાબા સાહેબનું અપમાન કર્યું છે. ઉત્તરપ્રદેશે રાજનીતિનો એવો સમય પણ જોયો છે જ્યારે બાબા સાહેબના બતાવેલ માર્ગે ચાલવાની વાત કરતા-કરતા તેમની સાથે પણ દગો કરવામાં આવ્યો. કેટલાક લોકોએ રાજનીતિ બદલવાની હતી પરંતુ તેમને પણ પોતાનો નારો બનાવ્યો કે સૌથી પહેલા પરિવાર અને રિશ્તેદાર..

પીએમ મોદીએ અલીગઢમાં કહ્યું કે,‘આ બાબા સાહેબ આબેંડકરના બંધારણની તાકાત છે કે આજે વંચિત શોષિત સમાજમાંથી નીકળીને દેશના રાષ્ટ્રપતિ પદ પર એક સજ્જન બેઠા છે. ગામના એક સામાન્ય ખેડૂત પરિવારનો વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ પર બેઠા છે. બાબા સાહેબની કૃપાથી એક ચા વાળો પીએમ બન્યો છે.’ ઉપરાંત તેમને કહ્યું કે,‘અમે હંમેશા બાબા સાહેબના દ્વારા બતાવેલ રસ્તા પર ચાલવાની કોશિશ કરી છે અને દેશના ઇતિહાસમાં તેમને એ સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે જેના તેઓ હકદાર છે. બાબા સાહેબથી સંકળાયેલ પાંચ સ્થળોને અમારી સરકાર પંચતર્થી તરીકે વિકસિત કરી રહી છે.’

મીડિયા રિપોર્ટ મુજબ કઠુઆ બાદ મોદી બપોરે અલીગઢ અને ત્યારબાદ મુરાદાબાદમાં રેલી કરશે. આ બન્ને રેલીઓ દ્વારા તેઓ બીજા ચરણની આઠ લોકસભા બેઠકોમાં મત મેળવવાના તમામ પ્રયાસો કરશે. જો કે હાલ આ આઠ બેઠકો પર ભાજપનો જ કબ્જો છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અલીગઢમાં PM મોદીનો હુંકાર- બાબા સાહેબના કારણે આજે એક ચા વાળો દેશનો PM appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-in-aligarh-addresses-rally-for-lok-sabha-election-2019/
via Best Gujarati News