કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેની જાહેરાત થઇ ત્યારથી આ સીટ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઇ સતત ચર્ચાઓ થતી રહી છે. ત્યારથી સૌથી મોટી ચર્ચા એ હતી કે તેમની સામે ભાજપ કયા ઉમેદવારને ઉભો રાખશે. તો બધાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાતા એનડીએ આ સીટના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને જાહેરાત કરી કે એનડીએની તરફથી ભારત ધર્મ જન સેનાના પ્રમુખ તુષાર વેલ્લાપલ્લી વાયનાડથી ઉમેદવાર હશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એવી પણ વાત વહેતી થઇ હતી કે રાહુલ ગાંધી જો વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તો તેમની સાથે ભાજપના મહિલા નેતા સ્મૃતિ ઇરાની ટક્કર આપશે. પરંતુ આ તમામ અટકળોનો અમિત શાહની એક ટ્વિટથી અંત આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાહુલ ગાંધીની સામે વાયનાડમાં NDA આ નેતા મેદાનમાં, ખુદ શાહે કરી જાહેરાત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/nda-pits-thushar-vellappally-against-rahul-gandhi-in-wayanad/
via Best Gujarati News