તાજેતરમાં ચીનના શહેર શંઘાઇએ દાવો કર્યો છે કે તે 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબીટ નેટવર્ક સાથે વિશ્વનો પ્રથમ જિલ્લો બન્યું છે. 5G એ સેલ્યુલર ટેક્નોલોજીની આગામી પેઢી છે, જે 4જી કરતા 10 થી 100 ગણી ઝડપી ડાઉનલોડ ગતિ આપે છે.

ચીન 5જીના કિસ્સામાં, યુ.એસ. સહિત વિશ્વથી આગળ નિરળવાના સંઘર્ષમાં વ્યસ્ત છે. ચાઇનાના સત્તાવાર અખબાર ચાઇના ડેઇલીના જણાવ્યા પ્રમાણે, શંઘાઇએ 5જી કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબીટ નેટવર્ક સાથે વિશ્વનો પ્રથમ જિલ્લો હોવાનો દાવો કર્યો છે.

અહેવાલ પ્રમાણે, 5જી નેટવર્ક પરીક્ષણને ચીનની સરકારી ટેલિકમ્યુનિકેશન કંપની ચાઇના મોબાઇલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. શનિવારે શાંઘાઈના હોંગકોંગમાં તેનું સત્તાવાર ઓપરેશન શરૂ થયું હતું. સંપૂર્ણ કવરેજની ખાતરી કરવા માટે, છેલ્લાં ત્રણ મહિનાથી 5જી બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં હતાં.

ચાઇના ડેઇલીએ જણાવ્યું હતું કે શાંઘાઈના વાઇસ-મેયર વુ ક્વિંગે 5જી ફોલ્ડેબલ ફોન હુવાવે મેટથી એક્સથી 5જી પર પ્રથમ વીડિયો કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ ઓપરેશન્સ પછી, ગ્રાહકો સિમ કાર્ડ બદલ્યાં વગર 5જી સેવાઓનો લાભ લઈ શકશે.

ઉલ્લેખનિય છે કે 4G બાદ હવે દુનિયાભરમાં 5G સર્વિસ લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચીને આ ક્રમે આગળ વધતા 5G ટેસ્ટ કરી લીધો છે. આ પેહલાં હુવાવેએ તેનાં 5G ડિવાઇઝ મેટ એક્સમોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કર્યો હતો. તે ઉપરાંત સેમસંગ પણ 5G ડિવાઇઝ લાવવાની તૈયારીમાં છે. જેને ટૂંક સમયમાં સાઉથ કોરિયામાં લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સિમ કાર્ડ બદલ્યા વગર 5G સેવાનો લાભ લઇ શકશે યુઝર્સ, જાણો કઇ જગ્યાએ શરૂ થઇ સર્વિસ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/users-can-take-advantage-of-the-5g-service-without-changing-sim-cards/
via Best Gujarati News