દરેક માતાપિતા તેમના બાળકો માટે શ્રેષ્ઠ અને સારી કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જેથી તેમનો બાળક તંદુરસ્ત રહે અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ આડઅસરો ના થાય. પણ આ તાજેતરમાં બનેલ કેસ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે જે ઉત્પાદન તમે તમારા બાળક માટે ખરીદી રહ્યાં છો તે તમારા બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક તો નથી.

પ્રસિદ્ધ બ્રાંડ Johnson and Johnsonનો તાજેતરનો કેસ સામે આવી ગયો છે. આ કંપની હિમાચલ પ્રદેશના બદ્દીમાં બાળકો માટે ઘણાં ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આ કંપનીનો બેબી શેમ્પૂ જેનો બેચ નંબર બીબી 58177 અને બીબી 58204 છે, તે ઉત્પાદનના પરીક્ષણમાં હાનિકારક રસાયણો મળી આવ્યા છે.

આના વિશે ચેતવણી આપતા, રાજસ્થાન રાજ્યના તમામ ડ્રગ નિયંત્રણ અધિકારીઓને ડ્રગ બુલેટિન આપીને ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન ડ્રગ કંટ્રોલર રાજારામ શર્મા દ્વારા જારી કરાયેલા એક પત્ર અનુસાર, એવું નોંધાયું છે કે Johnson and Johnsonનો બેબી શેમ્પૂ ધોરણો મુજબ ખરા નથી.

જે ખરીદદારો માટે નુકસાનકારક છે. તેથી, કંપનીના કહેવાતા ઉત્પાદનના વેચાણને પ્રતિબંધિત કરવું અને બજારમાંથી તેનો અન્ય સ્ટોક પરત મંગાવે તેમજ સમય-સમય પર કંપનીના અન્ય પ્રોડક્ટની પણ ચકાસણી કરવામાં આવે.

આ બેબી શેમ્પૂમાં હાનિકારક ફોર્માલ્ડેહાઇડ હોવાના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે ફોર્મલ્ડેહાઇડ્સથી કેન્સરનું જોખમ ઉભું થાય છે. રાજસ્થાનના ડ્રગ નિયમનકારે આ શેમ્પૂના બે બેચ – ‘બીબી 58204’ અને ‘બીબી 58177’ નું પરીક્ષણ કર્યું છે. આ શેમ્પૂની એક્સપાયરી સપ્ટેમ્બર 2021 માં સમાપ્ત થશે.

રાજસ્થાન ડ્રગ વોચડોગ ડ્રગ્સ કંટ્રોલ ઓફિસરની નોટિસમાં જણાવાયું છે કે આ સ્ટોક્સનો ઉપયોગ કોઈએ પણ કરવો જોઈએ નહીં. ઉપરાંત, હાલના સ્ટોકને બજારમાંથી દૂર કરવા જોઈએ. આ ઉપરાંત, ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ જે પણ પગલાં લેવામાં આવશે તેમ આગળની તપાસ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફરીથી વિવાદોમાં Johnson and Johnson, બેબી કેર શેમ્પૂથી કેંસરનું જોખમ! appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/johnson-and-johnson-baby-care-shampoo-no-more-tears-cancer-causing-substances/
via Best Gujarati News