ખાવામાં મીઠુ વધારે પડી ગયું છે તો ફોલો કરો આ સહેલી ટિપ્સ
મીઠું ખાવા માટે એક એવી સામગ્રી છે, જે ઓછું હોવા પર અથવા વધુ હોવા પણ સ્વાદ ખરાબ કરે છે. ખાવામાં જો મીઠું ઓછું હોય તો ખાવાનું ફીકું અને સ્વાદ વગરનું લાગે છે, પરંતુ ઘણીવાર જો વિચારો છો કે જો ભોજનમાં મીઠું વધારે થઇ ગયું છે તો તમે શું કરશો. તો આ રીતે તમે વધુ મીઠું ઓછું કરી શકો છો. સામાન્યરીતે આ સમસ્યા કોઇના ઘરે બની શકે છે. આ સમસ્યાથી બચવા માટે ઘણાં ઉપાય છે. ત્યારે આ રીતને અપનાવી તમે ભોજનમાં નાખેલું મીઠું ઓછું કરી શકો છો.
આ રીતે થશે શાકભાજીમાં મીઠું ઓછું
-કોઇ પણ રસવાળી ડિશમાં મીઠું વધુ છે તો તેમાં આદુ છોલીને નાખો. ત્યારબાદ થોડા સમય સુધી આદુને છોડી દો અને પછી નીકાળી લો. એવું કરવાથી મીઠું ઓછું થઇ જશે.
-જો શાકભાજી અથવા દાળમાં મીઠું વધારે થઇ ગયું છે તો લોટની મોટી કણક બનાવીને નાખી દો. થોડા સમય પછી નિકાળી લો, જેનાથી ખારાશ ઓછી થઇ જશે.
-શાકભાજીમાં મીઠું ઓછું કરવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. શાકભાજીમાં થોડું દહી નાખી દો ખારાશ ઓછી થઇ જશે.
-લીબુંના રસથી પણ દાળ અને શાકભાજીમાં મીઠું ઓછું થઇ શકે છે.
-તે પછી તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. શાકભાજીમાં થોડા સમય સુધી એક-બે બ્રેડ નાખવાથી પણ મીઠું ઓછું થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ખાવામાં મીઠુ વધારે પડી ગયું છે તો ફોલો કરો આ સહેલી ટિપ્સ appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/follow-these-simple-tips-if-salt-is-quite-high-in-your-food-dish/
via Best Gujarati News
0 Comments