ગરમી આવતાંની સાથે જ આપણે સૌ કોઈ ઠંડા પીણા અને ઠંડક આપે તેવું ખાવાનું પસંદ કરીએ છીએ. આજે આપણે બનાવીશું ધોમધખતા તાપમાં ઠંડક આપતી સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપુર એવી રસમલાઈ. સ્વાદના શોખીનોને ભાવે છે અને સાથે સાથે ખુબજ સરળ હોવાથી બનાવવી પણ એટલીજ આસાન છે. આજે આપણે જાણીશું કેવી રીતે ઘર પર જ બનાવાય ઠંડાઈ રસમલાઈ. તમે ઠંડાઈતો પીધી જ હશે અને રસમલાઈ પણ ખાધી હશે આજે આપણે બનાવીશું ઠંડાઈ રસમલાઈ. 

ઠંડાઈ રસમલાઈ બનાવવા જોશે સામગ્રી

દૂધ બે કપ, ખાંડ 3 કપ, લીલી એલચી 1 ચમચી, પિસ્તા 2 ચમચી, ખસખસ 1 ચમચી, ફુદીનો 2 ચમચી, પાણી 3 લીટર, સુંઠ 1 ચમચી, બદામ 2 ચમચી, તરબૂચના બી 2 ચમચી, ગુલાજળ 1 ચમચી, સુકી ગુલાબની પાંદડીઓ 1 ચમચી, સરકો 7 ચમચી, ખાંડ 4 કપ, દૂધ 2 લીટર, રિફાઇન્ડ લોટ

બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલાં એક બાઉલમાં બદામ, પિસ્તા અને તરબૂચના બીને 3થી 4 કલાક પલાળી રાખો, જ્યારે તે સોફ્ટ થઈ જાય તેને બારીક પીસી લો. ત્યારબાદ એક પેનમાં લીલી એલચી, સુંઠ, મરી, ધીમા તાપે શેકી લો અને તેને પણ બારીક પીસી લો.
બીજી પેનમાં દૂધ ઉકાળીને તેમાં કેસર, ખાંડ નાખી ઠંડૂ પડવા મુકી દો. ત્યારબાદ તેમાં નટ્સ પાવડર, ગુલાબની પાંખડીઓ નાંખી દો તમારી ઠંડાઈ તૈયાર.


રસમલાઈ રસગુલ્લા બનાવવા એક બાઉલમાં 4-5 કપ પાણી અને બરફના ટુકડા નાંખો. હવે આ મિશ્રણને કપડામાં નાંખીને પાણી નીતારી લો. હવે તેમાં રિફાઇન્ડ લોટ નાંખી લોટ બાંધી લો. આ લોટના નાના નાના ટુકડાઓ કરી ગોળીઓ વાળી લો. પાણીમાં ખાંડ ઉકાળીને ચાશણી તૈયાર કરો.
હવે આ ચાશણીમાં લોટની ગોળીઓ નાંખી દો અને 5-10 મીનિટ ધીમા તાપે પકાવો. તમારી રસમલાઈ તૈયાર.
છેલ્લે તમે આગળ બનાવેલી ઠંડાઇ અને રસમલાઈ મિક્સ કરો. આ ઠંડાઈ વાળી રસમલાઈ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ ગરમીમાં બનાવો ઠંડી ઠંડી ખુબજ સ્વાદિષ્ટ એવી ઠંડાઈ રસમલાઈ appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/make-summer-special-recipe-thandai-rasmalai/
via Best Gujarati News